આજે અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે એટલે કે મંગળવારે શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો ફ્લેગશિપ ઇન્ડેક્સ સેન્સેક્સ 43957.75ની સપાટીએ 319.77 પોઇન્ટ (0.73 ટકા) પર ખુલ્યો. તો નેશનલ સ્ટોક એક્સચેંજ નિફ્ટી 82.20 પોઇન્ટ (0.64 ટકા) સાથે 12862.50 પર શરૂ થયો. 16 નવેમ્બર 2020 ના રોજ દિવાળી બલિપ્રતિપદાના પ્રસંગે ઘરેલું શેર બજાર બંધ હતું.
ઇન્ડેક્સ વર્ષ 2020 માં સમગ્ર ખોટની ભરપાઈ થઈ ગઈ છે. તે 1 જાન્યુઆરી, 2020 ના રોજ 41,306.02 પર બંધ રહ્યો હતો. જો કે વિશ્લેષકોના મતે વધુ બજારની અસ્થિરતા ચાલુ રહેશે. આથી રોકાણકારોએ સાવધ રહેવું જોઈએ. રજાથી પ્રભાવિત સપ્તાહમાં ઘરેલું ધોરણે કોઈ મુખ્ય પરિબળની ગેરહાજરીમાં સ્થાનિક શેર બજારો આ અઠવાડિયે વૈશ્વિક સંકેતો દ્વારા ચાલશે તેવી અપેક્ષા છે. વિશ્લેષકોએ આગાહી કરી છે. ટોપ 10 કંપનીમાંથી આઠની માર્કેટ કેપિટલાઇઝેશન ગયા અઠવાડિયે રૂ. 1,90,571.55 કરોડ વધ્યું. આ રોકાણકારોની સકારાત્મક ભાવના દર્શાવે છે.
દિગ્ગજ શેરોની વાત કરીએ તો આજે ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, રિલાયન્સ, ઇન્ડસઇન્ડ બેન્ક અને ટેક મહિન્દ્રાએ ઝડપી ગતિએ શરૂઆત કરી હતી. આઇશર મોટર્સ, એક્સિસ બેન્ક, બજાજ ફિનસવર એસબીઆઇ અને હિંડાલ્કો લાલ નિશાન પર ખુલ્યા.
જો આપણે સેક્ટોરલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો, તો આજે તમામ ક્ષેત્રો લીલા નિશાન પર ખુલ્યાં છે. આમાં ફાઇનાન્સ સર્વિસીસ, બેંકો, રિયલ્ટી, ઓટો, ફાર્મા, એફએમસીજી, ખાનગી બેંકો, પીએસયુ બેંકો, આઇટી, મેટલ્સ અને મીડિયાનો સમાવેશ થાય છે.