સેન્સેક્સ 277 પોઈન્ટ ઉછળીને 38974

0
102

– અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના રિકવરીના રીપોર્ટ, સ્ટીમ્યુલસની અપેક્ષાએ વૈશ્વિક બજારોમાં તેજી

– નિફટી સ્પોટ ૮૬ પોઈન્ટ વધીને ૧૧૫૦૩ : FPIs/FIIની કેશમાં રૂ.૨૩૬ કરોડની ચોખ્ખી ખરીદી, DIIની કેશમાં રૂ.૪૭૨ કરોડની ચોખ્ખી વેચવાલી

કોરોના મહામારીના દોરમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ગત સપ્તાહમાં કોરોના પોઝિટીવ રીપોર્ટ આવતાં વૈશ્વિક બજારોમાં ધોવાણ થયા બાદ હવે તેમના ઝડપી રિકવરીના અહેવાલે અને આર્થિક સ્ટીમ્યુલસ પેકેજના સંકેતે વૈશ્વિક બજારો ઘટાડો પચાવી ફરી મજબૂત થયા હતા. અલબત શ્રીલંકામાં કોરોના સંક્રમણ ચિંતાજનક બનતાં બજારો બંધ કરવાની ફરજ પડયાના અહેવાલોએ આજે વૈશ્વિક બજારોની સાથે ભારતીય બજારોમાં ઉછાળે સાવચેતી જોવાઈ હતી. જો કે ટાટા ગુ્રપ કંપનીઓમાં આઈટી જાયન્ટ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ(ટીસીએસ) દ્વારા ચાલુ સપ્તાહમાં સપ્ટેમ્બર ૨૦૨૦ના અંતના બીજા ત્રિમાસિકના પરિણામો જાહેર કરવાની સાથે હવે મેગા શેર બાયબેક પ્રોગ્રામ જાહેર થવાનું નક્કી થતાં આઈટી શેરોમાં ટીસીએસની આગેવાનીમાં ફંડોએ આક્રમક તેજી કરી હતી. આ સાથે હેલ્થકેર-ફાર્મા શેરોમાં ફંડો, મહારથીઓએ ફરી મોટાપાયે ખરીદી કરતાં અને મેટલ-માઈનીંગ શેરોમાં તેમ જ પસંદગીના બેંકિંગ-ફાઈનાન્સ, એફએમસીજી શેરોમાં આકર્ષણે સેન્સેક્સે ૩૯૦૦૦ની સપાટી અને નિફટીએ ૧૧૫૦૦ની સપાટી કુદાવી હતી. સેન્સેક્સ અંતે ૨૭૬.૬૫ પોઈન્ટ ઉછળીને ૩૮૯૭૩.૭૦ અને નિફટી સ્પોટ ૮૬.૪૦ પોઈન્ટ વધીને ૧૧૫૦૩.૩૫ બંધ રહ્યા હતા. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ આજે બ્રેન્ટ ક્રુડ બેરલ દીઠ ૧.૫૭ ડોલર ઉછળીને ૪૦.૮૪ ડોલર અને નાયમેક્ષ ક્રુડ ૧.૬૪ ડોલર વધીને ૩૮.૬૯ ડોલર નજીક રહ્યા હતા. રૂપિયા સામે અમેરિકી ડોલર આજે ૧૫ પૈસા વધીને રૂ.૭૩.૨૯ રહ્યો હતો. 

સેન્સેક્સ આરંભથી જ તેજીમાં ૫૦૦થી વધુ પોઈન્ટ ઉછળી ૩૯૨૬૩ થઈ અંતે ૨૭૭ પોઈન્ટ વધીને ૩૮૯૭૪

ટ્રેડીંગની શરૂઆત આજે મજબૂતીએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૩૮૬૯૭.૦૫ સામે ૩૮૯૫૬.૭૮ મથાળે ખુલીને આરંભથી જ ટીસીએસમાં શેરોનું બાયબેક જાહેર થવાના સમાચારે આઈટી શેરોમાં આક્રમક તેજીમાં ટીસીએસ, ઈન્ફોસીસ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેકનોલોજી ઝડપી વધી આવતાં અને ફાર્મા શેરોમાં સન ફાર્માની આગેવાનીમાં તેજી સાથે ટાટા સ્ટીલ સહિતના મેટલ-માઈનીંગ શેરો અને ઈન્ડસઈન્ડ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંક, એક્સીસ બેંક, એચડીએફસી બેંક સહિતમાં લેવાલી સાથે હિન્દુસ્તાન યુનિલિવર, મારૂતી સુઝુકી, નેસ્લે ઈન્ડિયા સહિતમાં આકર્ષણે સેન્સેક્સ એક સમયે વધીને ૩૯૨૬૩.૮૫ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી પાછો ફરીને આંચકામા ૧:૩૦ વાગ્યા નજીક નીચામાં ૩૮૮૧૯.૮૯ સુધી આવી અંતે ફરી તેજીમાં ૨૭૬.૬૫ પોઈન્ટ વધીને ૩૮૯૭૩.૭૦ બંધ રહ્યો હતો.

નિફટી સ્પોટ ફરી ૧૧૫૦૦ની સપાટી કુદાવી : ઉપરમાં ૧૧૫૭૮ થઈ અંતે ૮૬ પોઈન્ટ વધીને ૧૧૫૦૩

એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૧૪૧૬.૯૫ સામે ૧૪૮૭.૯૦ મથાળે ખુલીને આરંભથી જ તેજીમાં ટીસીએસ, વિપ્રો, ઈન્ફોસીસ, એચસીએલ ટેકનોલોજી, ટેક મહિન્દ્રા સહિતના આઈટી શેરોમાં ત્રિમાસિક પરિણામોની શરૂ થનારી સીઝન અને ટીસીએસમાં બાયબેકના આકર્ષણે લેવાલી થતાં અને ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, હિન્દાલ્કો સહિતના મેટલ-માઈનીંગ શેરો અને સન ફાર્મા, દિવીઝ લેબ., સિપ્લા, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ સહિતના ફાર્મા શેરો અને ઈન્ડસઈન્ડ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક સહિતના બેંકિંગ શેરો અને આઈઓસી, એચડીએફસી લાઈફ સહિતમાં લેવાલીએ વધીને ૧૧૫૭૮.૦૫ સુધી પહોંચી અંતે ૮૬.૪૦ પોઈન્ટ વધીને ૧૧૫૦૩.૩૫ બંધ રહ્યો હતો.

ઓકટોબર નિફટી ફયુચર ૧૧,૪૩૫ થી વધીને ૧૧,૫૨૬ : બેંક નિફટી ફયુચર ૨૨,૩૧૬ થી વધીને ૨૨,૪૪૪

ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ આજે ફંડોએ આક્રમક તેજી કરીને ઉછાળે પ્રોફિટ બુકિંગ કર્યાની ચર્ચા હતી. નિફટી ઓકટોબર ફયુચર ૧૧,૪૩૫.૫૫ સામે ૧૧,૪૬૦.૦૫ મથાળે ખુલીને નીચામાં ૧૧,૪૫૦.૧૫ થઈ વધીને ૧૧,૫૮૭.૯૦ સુધી જઈ અંતે ૧૧,૫૨૬.૫૦ રહ્યો હતો. બેંક નિફટી ઓકટોબર ફયુચર ૨૨,૩૧૬ સામે ૨૨,૩૧૯.૫૦ મથાળે ખુલીને નીચામાં ૨૨,૨૬૭.૫૫ થઈ વધીને ૨૨,૮૪૦ સુધી જઈ અંતે ૨૨,૪૪૪ રહ્યો હતો. નિફટી ૧૧,૬૦૦નો કોલ ૨૫.૬૦ સામે ૫૫ મથાળે ખુલીને નીચામાં ૨૮.૬૦ થઈ વધીને ૭૬.૮૦ સુધી જઈ અંતે ૪૨.૭૦ રહ્યો હતો. નિફટી ૧૧,૫૦૦નો પુટ ૧૩૧.૫૦ સામે ૧૩૦ મથાળે ખુલીને નીચામાં ૫૫.૯૦ સુધી પટકાઈ અંતે ૭૪.૮૦ રહ્યો હતો.

ટીસીએસમાં ૭,ઓકટોના બાયબેક જાહેર થવાના આકર્ષણે શેર રૂ.૧૮૪ ઉછળીને રૂ.૨૭૦૭ : માર્કેટ કેપ રૂ.૧૦.૧૫ લાખ કરોડ

ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ(ટીસીએસ) દ્વારા ૭,ઓકટોબર ૨૦૨૦ના બોર્ડ મીટિંગમાં જુલાઈ થી સપ્ટેમ્બર ૨૦૨૦ના બીજા ત્રિમાસિકના કંપની પરિણામ જાહેર થવાની સાથે હવે કંપની આ મીટિંગમાં શેરોના બાયબેકની દરખાસ્ત પર પણ વિચારણા કરવાનું જાહેર કરતાં આજે ફંડોની શેરોમાં આક્રમક લેવાલીએ રૂ.૧૮૪.૧૦ ઉછળીને રૂ.૨૭૦૬.૮૫ની નવી વિક્રમી ઊંચાઈએ  રહ્યો હતો. આ સાથે ટીસીએસમાં આજે માર્કેટ કેપિટલાઈઝેશન પણ રૂ.૧૦ લાખ કરોડનો આંક પાર કરી જઈ રૂ.૧૦,૧૫,૭૧૪.૨૫ કરોડ પહોંચ્યું હતું.

આઈટી ઈન્ડેક્સની ૮૧૮ પોઈન્ટની છલાંગ : વિપ્રો રૂ.૨૧ ઉછળી ૨૦ વર્ષની ઊંચાઈએ , ઈન્ફોસીસ રૂ.૩૦, ટેક મહિન્દ્રા વધ્યા

આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં આજે ફંડોની આક્રમક લેવાલીએ બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૮૧૮.૮૭ પોઈન્ટની છલાંગે ૨૦૯૭૮.૨૫ બંધ રહ્યો હતો. વિપ્રો રૂ.૨૧.૦૫ ઉછળીને ૨૦ વર્ષની ઊંચાઈએ રૂ.૩૩૪.૦૫, ઈન્ફોસીસ રૂ.૩૦.૫૦ વધીને રૂ.૧૦૪૮.૨૦, ટેક મહિન્દ્રા રૂ.૧૮.૬૦ વધીને રૂ.૮૪૧.૨૫, એચસીએલ ટેકનોલોજી રૂ.૧૦.૧૫ વધીને રૂ.૮૨૨.૯૦, માઈન્ડટ્રી રૂ.૧૧.૭૫ વધીને રૂ.૧૩૪૮.૮૦ રહ્યા હતા. રૂપિયા સામે અમેરિકી ડોલર આજે ૧૫ પૈસા વધીને રૂ.૭૩.૨૯ રહ્યો હતો.

ટાટા સ્ટીલની આગેવાનીએ મેટલ શેરોમાં ફંડોની તેજી : ટાટા સ્ટીલ રૂ.૧૭ ઉછળીને રૂ.૩૮૨ : જિન્દાલ, હિન્દાલ્કો વધ્યા

દેશમાં આર્થિક રિકવરી સાથે ઔદ્યોગિક રિકવરીને સપ્ટેમ્બર ૨૦૨૦માં ઝડપી વેગ મળ્યાના અને આઠ વર્ષની ઊંચી વૃદ્વિ નોંધાતાં મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોની લેવાલીએ બીએસઈ મેટલ-માઈનીંગ ઈન્ડેક્સ ૧૯૩.૫૦ પોઈન્ટ વધીને ૮૫૫૯.૧૬ બંધ રહ્યો હતો. ટાટા સ્ટીલ રૂ.૧૭.૨૦ વધીને રૂ.૩૮૨.૧૫, જિન્દાલ સ્ટીલ રૂ.૬.૫૫ વધીને રૂ.૧૯૬.૬૫, હિન્દાલ્કો રૂ.૫.૩૫ વધીને રૂ.૧૭૯.૫૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૭.૫૦ વધીને રૂ.૨૮૯.૫૫, હિન્દુસ્તાન ઝિંક રૂ.૫.૨૫ વધીને રૂ.૨૧૩.૬૫, કોલ ઈન્ડિયા રૂ.૧.૨૦ વધીને રૂ.૧૧૮.૪૦ રહ્યા હતા. 

નોવાર્ટિસ રૂ.૫૭ ઉછળીને રૂ.૬૭૮ : મેટ્રોપોલિસ રૂ.૧૨૫ ઉછળીને રૂ.૧૯૧૩ : યુનિકેમ લેબ., લૌરસ, સન ફાર્મા વધ્યા

હેલ્થકેર-ફાર્મા શેરોમાં આજે ફંડોની ફરી આક્રમક લેવાલીએ બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૨૮૬.૪૭ પોઈન્ટ ઉછળીને ૨૦૧૭૨.૧૯ બંધ રહ્યો હતો. નોર્વાટિસ ઈન્ડિયા રૂ.૫૭.૫૫ ઉછળીને રૂ.૬૭૮.૨૫, મેટ્રોપોલિસ રૂ.૧૨૫.૩૫ ઉછળીને રૂ.૧૯૧૩.૫૫, યુનિકેમ લેબ રૂ.૧૫.૭૫ વધીને રૂ.૨૬૪, લૌરસ લેબ રૂ.૩૯.૭૦ વધીને રૂ.૭૬૬.૬૫, આરતી ડ્રગ્ઝ રૂ.૪૦.૫૦ વધીને રૂ.૮૫૦.૬૦, વોખાર્ટ રૂ.૧૫.૧૦ વધીને રૂ.૩૧૭.૬૦, એપીએલ લિમિટેડ રૂ.૪૬.૦૫ વધીને રૂ.૯૭૨.૨૦, સન ફાર્મા રૂ.૧૬.૩૫ વધીને રૂ.૫૨૩.૧૫, લાલપથ લેબ રૂ.૬૯.૪૦ વધીને રૂ.૧૯૨૯.૭૫, ન્યુલેન્ડ લેબ રૂ.૨૬.૫૦ વધીને રૂ.૧૨૦૪.૩૫, અપોલો હોસ્પિટલ રૂ.૪૫.૧૦ વધીને રૂ.૨૧૩૫, પિરામલ એન્ટરપ્રાઈસીઝ રૂ.૨૧.૪૫ વધીને રૂ.૧૩૧૮.૭૦, બાયોકોન રૂ.૬.૦૫ વધીને રૂ.૪૫૮.૫૦ રહ્યા હતા. 

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં સિલેક્ટિવ તેજી : ઈન્ડસઈન્ડ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી લાઈફ, કોટક બેંક વધ્યા

કેન્દ્ર સરકારે ગત સપ્તાહના અંતે લોન મોરેટોરિયમ મામલે સુપ્રિમ કોર્ટમાં સરકાર રૂ.૨ કરોડ સુધીની લોનો પરના વ્યાજ પરના વ્યાજને માફ કરવા અને એ રકમ સરકાર પોતે ભોગવશે એવી એફિડેવિટ કર્યાના અહેવાલે બેંકો પર આ જોગવાઈની અસર નહીં પડવાના અંદાજોએ ફંડોની આજે પસંદગીના બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં લેવાલી રહી હતી. બંધન બેંક રૂ.૬.૪૫ વધીને રૂ.૨૯૨.૩૦, સિટી યુનિયન બેંક રૂ.૨.૯૦ વધીને રૂ.૧૪૪, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૯.૬૫ વધીને રૂ.૬૦૧.૭૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૪ વધીને રૂ.૩૭૩.૧૫, કોટક બેંક રૂ.૯.૫૦ વધીને રૂ.૧૩૧૪.૮૦, એચડીએફસી બેંક રૂ.૭.૫૫ વધીને રૂ.૧૧૧૪.૧૫, ટાટા ઈન્વેસ્ટમેન્ટ રૂ.૧૩.૯૫ વધીને રૂ.૮૫૪.૭૦, બીએફ ઈન્વેસ્ટમેન્ટ રૂ.૧૫.૧૦ વધીને રૂ.૨૯૧.૧૫, એચડીએફસી એએમસી રૂ.૨૬.૩૦ વધીને રૂ.૨૨૯૯.૮૫, એચડીએફસી લાઈફ રૂ.૫.૭૦ વધીને રૂ.૫૭૫.૧૦ રહ્યા હતા. 

સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજી છતાં ઉછાળે ઓપરેટરોનું શેરોમાં ઓફલોડિંગ : સાવચેતી જરૂરી : ૩૨૩ શેરોમાં તેજીની સર્કિટ 

સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ફંડોની સિલેક્ટ્વિ તેજી રહેતાં માર્કેટ બ્રેડથ પોઝિટીવ રહી હતી. અલબત ઓપરેટરો-આજા ફસાજાનો ખેલ ખેલનારા લેભાગુઓ દ્વારા સ્મોલ, મિડ કેપના નામે શેરો બજારમાં ઊતારવામાં આવી રહ્યાનું અને રોકાણકારોના ગળામાં પરોવી દેવામાં આવી રહ્યાનું જાણવા મળે છે, જેથી રોકાણકારોએ સાવચેતી રાખવી જરૂરી રહેશે. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૦૫ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૪૯૧ અને ઘટનારની સંખ્યા ૧૨૨૯ રહી હતી. ૩૨૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૨૦૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી. 

એફઆઈઆઈની કેશમાં રૂ.૨૩૬ કરોડની ચોખ્ખી ખરીદી : ડીઆઈઆઈની કેશમાં રૂ.૪૭૨ કરોડની ચોખ્ખી વેચવાલી

એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝની આજે-સોમવારે કેશમાં રૂ.૨૩૬.૭૧ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. જેમાં કુલ રૂ.૫૬૮૫.૫૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૫૪૪૮.૮૫ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૪૭૧.૫૬ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. જેમાં કુલ રૂ.૨૭૭૯.૬૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૩૨૫૧.૨૧ કરોડની વેચવાલી થઈ હતી. 

વૈશ્વિક બજારોમાં તેજી : નિક્કી ૨૮૨ પોઈન્ટ, હેંગસેંગ ૩૦૮ પોઈન્ટ વધ્યા : ડાઉ જોન્સ ફયુચર્સમાં ૧૯૬ પોઈન્ટ વધ્યો

વૈશ્વિક બજારોમાં આજે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કોરોનામાંથી રિકવરીના સમાચાર અને સ્ટીમ્યુલસ જાહેર થવાની અપેક્ષાએ તેજી રહી હતી. એશીયા પેસેફિક દેશોના બજારોમાં જાપાનનો નિક્કી ઈન્ડેક્સ ૨૮૨.૨૪ પોઈન્ટ વધીને ૨૩૩૧૨.૧૪, હોંગકોંગનો હેંગસેંગ ૩૦૮.૭૩ પોઈન્ટ વધીને ૨૩,૭૬૭.૭૮ રહ્યા હતા. જ્યારે સાંજે ચાલુ બજારે યુરોપના દેશોના બજારોમાં લંડન શેર બજારનો ફુત્સી ૧૦૦ ઈન્ડેક્સ ૪૫ પોઈન્ટનો સુધારો, જર્મનીનો ડેક્ષ ૮૮ પોઈન્ટનો સુધારો અને ફ્રાંસનો કેક ૪૦ ઈન્ડેક્સ ૪૩ પોઈન્ટનો સુધારો બતાવતા હતા. અમેરિકી શેર બજારોમાં ફયુચર્સમાં સાંજે ડાઉ જોન્સમાં ૧૯૬ પોઈન્ટનો સુધારો અને નાસ્દાકમાં ૯૪ પોઈન્ટનો સુધારો બતાવાતો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here