સેલેસ્ટિયલ પર CGSTના દરોડા ત્રીજે દિવસે યથાવત: હવે સમન્સ

0
61


સેન્ટ્રલ જીએસટી ડિપાર્ટમેન્ટે શનિવારે સરદાર જયંતિની રજાના દિવસે વેસુના કેનાલ રોડ પર આવેલા સેલેસ્ટિયલ પ્રોજેક્ટ પર દરોડા કર્યા હતા. રિટર્નમાં દર્શાવેલી માહિતી અધૂરી હોવાની આશંકા સાથે કરવામાં આવેલા દરોડામાં કેટલાક શંકાસ્પદ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. વિભાગે હવે અહીં પ્રોપર્ટીમાં રોકાણ કરનારાઓની માહિતી મેળવી તેમને પણ સમન્સ મોકલશે. આ સાથે બિલ્ડર દ્વારા છેલ્લાં 3 વર્ષમાં તૈયાર કરવામાં આવેલા પ્રોજેક્ટોની માહિતી પણ મંગાવવવામાં આવી છે.

જીએસટી વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ, બે દિવસથી ચાલી રહેલી તપાસ હવે આગળ વધારાઇ છે. શનિવારથી શરૂ થયેલી તપાસ સોમવારે પણ શરૂ રાખવામાં આવી છે. હાલ વિભાગે અહીં પ્રોપર્ટીમાં રોકાણ કરનારાઓની તપાસ શરૂ કરી છે અને તેમને પણ નોટિસ મોકલી બુકિંગની રકમ જાણવા માટે પ્રયાસો શરૂ કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, સેન્ટ્રલ ડિપાર્ટમેન્ટ ઓફ એક્સાઈઝ એન્ડ કસ્ટમ દ્વારા જીએસટી વિભાગને 30થી 35 બિલ્ડર્સની યાદી આપવામાં આવી છે. આવનારા દિવસોમાં અન્ય કેટલાક બિલ્ડર્સને ત્યાં પણ દિવાળી પૂર્વે તપાસ થાય તેવી વકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here