સૈફ અલી ખાને પોતાની ફીમાં વધારો કર્યો

0
72

અભિનેતાએ પોતાના મહેનતાણામાં ત્રણ ગણો વધારો કરી નાખ્યો

છેલ્લા થોડા સમયથી સૈફ અલી ખાન બોક્સ ઓફિસ પર સફળ થઇ રહ્યો છે. વેબ સીરીઝના અભિનયના પણ દર્શકો વખાણ કરી રહ્યા છે. હવે ચર્ચા છે કે,સૈફ અલી ખાન પોતાની સફળતાનો લાભ ઉઠાવી રહ્યો છે અન ેતેણે પોતાની ફીમાં ત્રણગણો વધારો કરી દીધો છે. 

એક રિપોર્ટના અનુસાર, સૈફ અલી ખાન પહેલા એક ફિલ્મ માટે રૂપિયા ત્રણ-ચાર કરોડ લેતો હતો. તેના સ્થાને તેણે રૂપિયા ૧૧ કરોડ ફી કરી નાખી છે. રિપોર્ટમાં જણાવ્યું છે કે સૈફની ફિલ્મો હિટ ન રહેતી હોવાથી અભિનેતાએ પોતાની ફી સ્થિર રાખી હતી. પરંતુ હવે તેણે પોતાના દરેક પ્રોજેક્ટ માટે ફી રૂપિયા ૧૧ કરોડ કરી નાખી છે. રિપોર્ટસમા એવો પણ દાવો છે કે જો અભિનેતાની ફિલ્મ ડિજિટલ રિલીઝ થાય તો, તેની ફીમાં વધુ વધારો થઇ શકે એમ છે. 

સૈફ પાસે હાલ ફિલ્મોની હારમાળ છે. તે હોરર ફિલ્મ ભૂત પુલિસનું શૂટિંગ કરી રહ્યો છે. આ ઉપરાંત તે અલી અબ્બાસ ઝફરની આવનારી વેબ સીરિઝ દિલ્લીનો હિસ્સો બનવાનો છે. અભિનેતા જલદી જ બંટી ઓર બબલી ટુમાં રાની મુખર્જી, સિદ્ધાંત ચતુર્વેદી અને શરવરી વાઘ સાથે જોવા મળવાનો છે. એટલુ ંજ નહીં તે પ્રભાસ સાથે આદિપુરુષમાં નેગેટિવ ભૂમિકા કરવાનો છે. તેની છેલ્લી ફિલ્મ જવાની જાનેમન હતી જેમાં તે તબ્બુ અને અલાયા ફર્નિચર સાથે જોવા મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here