સોના-ચાંદીની ટેરિફ વેલ્યૂ વધારાતાં ઈફેક્ટીવ ઈમ્પોર્ટ ડયૂટીમાં વધારો

0
68

સોનાના ભાવમાં આગેકૂચ: અમદાવાદ ચાંદી વધી રૂ.૬૪ હજાર બોલાઈ

– સોનાના ઈટીએફમાંથી સાપ્તાહિક ધોરણે ૧૮ ટનનો આઉટફ્લો

મુંબઈ ઝવેરી બજારમાં આજે બુલિયન બજાર શનિવારના કારણે સ ાાવાર બંધ રહી હતી તથા બજારના સૂત્રોના જણાવ્યા મુજબ નવા વર્ષના મુહૂર્તના સોદા મુંબઈ બજારમાં સોમવારે થવાના છે. દરમિયાન, બુલિયન બજારમાં આજે બંધ બજારે સોનાના ભાવમાં તેજી આગળ વધી હતી, સામે ચાંદીના ભાવ પણ આંચકા પચાવી ફરી ઊછળ્યા હતા. 

દરમિયાન, વિશ્વબજારના સમાચાર તેજી બતાવી રહ્યા હતા અને તેના પગલે ઘરઆંગણે કીમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ તહેવારોના માહોલમાં ઊંચી જતાં તહેવારોના દિવસોમાં સોના-ચાંદીની ખરીદી કરવા બજારમાં આવી રહેલા ગ્રાહકોને આજે ઊંચા ભાવ ચૂકવવાનો વારો આવ્યો હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. 

દેશમાં આયાત થતા સોના-ચાંદીની ઈમ્પોર્ટ ડયૂટી ગણવા બેન્ચમાર્ક તરીકે વપરાતી ટેરિફ વેલ્યૂમાં સરકારે તહેવારોના દિવસોમાં વધારો કરતાં સોના-ચાંદીની ઈફેક્ટીવ ઈમ્પોર્ટ ડયૂટીમાં વૃદ્ધિ થઈ હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. કેન્દ્ર સરકારે સોનાની આવી ટેરિફ વેલ્યૂ ૧૦ ગ્રામના ૬૦૨થી વધારી ૬૦૩ ડોલર કરી છે, જ્યારે ચાંદીની ટેરિફ વેલ્યૂ કિલોદીઠ ૭૭૨થી વધારી ૭૮૧ ડોલર કરાયાના સમાચાર હતા.

દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે બંધ બજારે સોનાના ૧૦ ગ્રામના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૫૦,૬૪૫થી વધી રૂ.૫૦,૯૦૦ બોલાતા હતા, જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૫૦,૮૪૯વાળા રૂ.૫૧,૦૫૦ બોલાઈ રહ્યા હતા, સામે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઊંચા રહ્યા હતા.

મુંબઈ ચાંદી બજારમાં આજે ૧ કિલોના ભાવ .૯૯૯ના જીએસટી વગર રૂ.૬૨,૭૦૦થી ઊછળી રૂ.૬૩,૭૦૦ બોલાઈ રહ્યા હતા, જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઊંચા રહ્યા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ રૂ.૫૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૫૨,૬૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૫૨,૮૦૦ રહ્યા હતા, જ્યારે અમદાવાદ ચાંદી આજે રૂ.૫૦૦ વધી રૂ.૬૪,૦૦૦ને આંબી ગઈ હતી.

દરમિયાન, વિશ્વબજારમાં ૧ ઔંશ સોનાના ભાવ ૧૮૮૭ ડોલરથી વધી ૧૮૯૦ ડોલર રહ્યા હતા, સામે ચાંદીના ભાવ ૨૪.૩૯ ડોલરથી વધી ૨૪.૬૮ ડોલર રહ્યાના નિર્દેશો હતા. દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૭૪.૬૧થી ઘટી રૂ.૭૪.૫૫ બોલાઈ રહ્યા હોવાનું બજારના જાણકારોએ ઉમેર્યું હતું. 

વૈશ્વિક ગોલ્ડ ઈટીએફમાંથી ઈન્વેસ્ટરોએ ગોલ્ડનું વેચાણ વધારતાં આવા ઈટીએફમાંથી સાપ્તાહિક ધોરણે આશરે ૧૮ ટન ગોલ્ડનો આઉટફ્લો નોંધાયો હતો, જેના પગલે ૭ મહિનાનો રેકોર્ડ તૂટયો હોવાનું વિશ્વબજારના સૂત્રોએ જણાવ્યું હતું. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here