સોનિયા ગાંધીના ઘરે આજે કોંગ્રેસની બેઠક, બિહારની ચૂંટણીના ઉમેદવારો નક્કી થશે

0
123

કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીના નિવાસસ્થાને આજે કોંગ્રેસના નેતાઓની એક બેઠક યોજાશે જેમાં બિહારની વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરાશે અને ખાસ તો કોંગ્રેસના ઉમેદવારોની યાદી નક્કી થશે.

બિહારમાં અત્યારે ચારે બાજુ ખેંચતાણ છે. એનડીએના જોડાણમાંથી રામ વિલાસ પાસવાનનો પક્ષ લોજદ અલગ થયો હતો તેમ લાલુ યાદવના રાજદમાંથી જીતનરામ માંઝી અને કુશવાહા છૂટા પડ્યા હતા. કોઇ કહેતાં કોઇ પક્ષ પોતાના ઉમેદવારોની યાદી અંકે કરી શક્યો નથી ત્યારે આજે સોનિયા ગાંધી પોતાના પક્ષના ઉમેદવારો જાહેર કરે એવી શક્યતા નકારી કઢાતી નથી.

બિહારની વિધાનસભામાં 243 બેઠકો છે. 28 ઓક્ટોબરથી 10 નવેંબર વચ્ચે ત્રણ તબક્કમાં ચૂંટણી થવાની છે. એક તરફ ભારે વરસાદ અને પૂરથી એક કરોડ લોકો ત્રસ્ત છે ત્યારે બીજી બાજુ પોલિટિકલ પાર્ટીઓ અને નેતાઓને વિધાનસભાની ચૂંટણીની ચિંતા છે. રાજદના લાલુ યાદવ જેલમાં છે તો રામ વિલાસ પાસવાન હાર્ટ સર્જરીના કારણે હૉસ્પિટલમાં છે. લાલુના પુત્રો એકબીજાની ભેર તાણી રહ્યા હતા.

એ સંજોગોમાં સોનિયા ગાંધીએ પોતાના પક્ષના ઉમેદવારો નક્કી કરવા આજે પોતાને ઘેર બેઠક બોલાવી હતી. આ વખતની  બિહાર વિધાનસભાની ચૂંટણી અણધાર્યાં પરિણામો સર્જે એવી શક્યતા હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here