સોશિયલ મીડિયામાં મુંબઇ પોલીસ કમિશનરની બદનામી કરવાના મામલામાં 2 કેસ દાખલ

  0
  30

  – સુશાંત સિંહના મોતના કેસમાં ફેક એકાઉન્ટના માધ્યમથી મુંબઇ પોલીસ અને કમિશનરની બદનામી કરાય

  બોલીવૂડના પ્રખ્યાત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના રહસ્યમય મોતની તપાસને લઇને સોશિયલ મીડિયામાં મુંબઇ પોલીસ અને કમિશનર પરમબીર સિંહને બદનામ કરવામાં કરવાના મામલામાં સાયબર સેલે બે કેસ દાખલ કર્યા છે.

  સાયબર સેલના ડીસીપી રશ્મી કરંદીકરે જણાવ્યું હતું કે ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા વિવિધ પ્લૅટફોર્મ પર અનેક એકાઉન્ટ અને ફેંક એકાઉન્ટના માધ્યમથી મુંબઇ પોલીસ કમિશનર પરમબીર સિંહેને બદનામ કરાતા અને પોલીસ માટે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ બાબતની ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે. સાયબર સેલે રવિવારે અને ગત મહિને આ બાબતે બે કેસ દાખલ કર્યા છે. પોલીસે અજાણ્યા આરોપીને પકડવા વધુ તપાસ હાથધરી છે.

  મુંબઇ પોલીસને બદનામ કરવાનુ કાવતરુ હતુ. આ માટે સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ડટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસ આ તમામ ફેક  એકાઉન્ટની માહિતી મેળવી રહી છે. પોલીસ કોરોનાને ફેલાના રોકવાનો પ્રયત્ન કરી રહી હતી. પોલીસ કોરોનાનો ભોગ બની રહ્યા હતા. ત્યારે જ પોલીસને બદનામ કરવાનો  પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો, એમ પોલીસ કમિશનરે કહ્યું હતું.

  [WP-STORY]

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here