સોશિયલ મીડિયા પર અભિષેક થયો ટ્રોલ, એક્ટરે ટ્વીટ કરી આપ્યો સણસણતો જવાબ

  0
  21

  બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચન હંમેશાં સોશિયલ મીડિયા પર ટ્રોલ થાય છે. અભિષેક હાલ ખૂબ જ વ્યસ્ત શેડ્યૂલમાં કામ કરી રહ્યો છે, અભિષેક બચ્ચન તેની આગામી ફિલ્મ લુડોના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેની ફિલ્મ દિવાળી પર નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. આ તમામ વચ્ચે અભિષેક ટ્રોલ થઇ રહ્યો છે.

  ટ્રોલરે ખેડૂત સાથે સરખામણી કરી
  ટ્વિટર પર એક યુઝરે અભિષેક બચ્ચનને ટ્રોલ કર્યો. આ યુઝરે પોતાની ટ્વિટમાં ખેડૂતનો ફોટો શેર કર્યો. ખેડૂત પરાળી બાળી રહ્યો છે. અભિષેક બચ્ચન ફોટોમાં જોવા મળેલી વ્યક્તિની જેમ કંઈક અંશે દેખાય છે. યુઝરે ફોટો શેર કરીને લખ્યું – જો અભિષેક ‘બચ્ચન’ ન હોત. આ રીતે તેનુ કહેવાનુ હતુ કે અભિષેક ફક્ત બચ્ચન હોવાના લીધે જ ચાલી રહ્યો છે કે ફિલ્મોમાં કામ કરી રહ્યો છે.

  અભિષેકે આપ્યો સણસણતો જવાબ
  અભિષેક બચ્ચને આ ટ્વીટનો જોરદાર જવાબ આપ્યો. ટ્રોલરની ટ્વિટનો જવાબ આપતા તેણે લખ્યું – હાહાહાહા. ફની! તારા કરતા તો સારો દેખાઉ છુ દોસ્ત. આ પહેલીવાર નથી જ્યારે અભિષેક બચ્ચને ટ્રોલને યોગ્ય જવાબ આપ્યો હોય. તે આ પહેલા પણ આ રીતે સોશિયલ મીડિયા પર જવાબ આપી ચુક્યો છે.

  નેપોટિઝમના નામે એક યુઝરે અગાઉ પણ તેને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે અભિનેતાએ ખૂબ જ રમૂજી જવાબ આપ્યો હતો. અમિત શુક્લા નામના પહેલા યૂઝર્સે લખ્યું, ‘તને નથી લાગતું કે તને માત્ર અમિતાભ બચ્ચનના પુત્રના કારણે જ ફિલ્મોમાં કામ મળે છે.’ અભિષેકે આ ટ્વીટનો જવાબ આપ્યો, હું ઈચ્છું છું કે તમે જે બોલો તે સાચું પડે. વિચારો કે મને કેટલું કામ મળશે.

  અભિષેક બચ્ચન લુડો ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ, આદિત્ય રોય કપૂર, પંકજ ત્રિપાઠી, સાન્યા મલ્હોત્રા છે. લુડો નિર્દેશક અનુરાગ બાસુએ પ્રોડ્યુસ કરી છે. આ સાથે જ અભિષેક ફિલ્મ બિગ બુલ અને બોબ બિસ્વાસમાં પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય ચાહકો વેબ સિરીઝ બ્રીધ 3 ની રાહ જોઇ રહ્યા છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here