સૌરાષ્ટ્રની 3 વિધાનસભા બેઠકનું કાલે પરિણામ, ગઢડા, ધારી અને મોરબી બેઠક પર સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે

    0
    10
    • બપોર સુધીમાં ત્રણેય બેઠક પરનું પરિણામ જાહેર થઇ જશે
    • મતગણતરી કેન્દ્રો પર કોરોનાને લઇને નિયમોનું પાલન કરાશે

    સૌરાષ્ટ્રની 3 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી ગત મંગળવારે યોજાઈ હતી. જેનું પરિણામ આવતીકાલે મંગળવારે જાહેર થશે. સૌરાષ્ટ્રની ગઢડા, ધારી અને મોરબી બેઠક પર કાલે સવારે 8 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવશે અને બપોર સુધીમાં ત્રણેય બેઠકના લેખા-જોખા થઈ જશે. મતગણતરી કેન્દ્રો પર કોરોનાને લઈને તમામ નિયમોનું પાલન કરવામાં આવશે. આ સાથે જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

    બેઠકટકા
    ધારી45.79
    ગઢડા50.74
    મોરબી51.85

    સૌરાષ્ટ્રની ત્રણ બેઠક પર કોણ બાજી મારશે?
    મોરબી બેઠકમાં ભાજપના બ્રિજેશ મેરજા સામે કોંગ્રેસના જયંતિભાઇ પટેલ, ગઢડામાં ભાજપના આત્મારામ પરમાર સામે કોંગ્રેસના મોહનભાઇ સોલંકી અને ધારી બેઠકમાં ભાજપના જે.વી.કાકડિયા સામે કોંગ્રેસના સુરેશ કોટડિયા મેદાનમાં છે. ત્યારે આ ત્રણેય બેઠક પર કોણ બાજી મારશે તે આવતીકાલે નક્કી જઈ જશે.

    પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરાશે
    મતગણતરીની પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં માહોલમાં પૂર્ણ થાય તે માટે તમામ મત ગણતરી સેન્ટર પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત આ મતગણતરી કેન્દ્ર ખાતે ફરજ ઉપરના કર્મીઓ અને મતગણતરી એજન્ટોના પ્રવેશ માટે પણ ચુસ્ત વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. મહત્વનું છે કે મોરબી, ગઢડા અને ધારી બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું. ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થયું છે અને આવતીકાલે પરિણામ જાહેર કરવામાં આવશે.

    ધારીમાં મહિલા કોલેજ ખાતે મતગણતરી કરાશે
    ધારી પેટાચૂંટણીની મતગણતરી આવતીકાલે સવારે મહિલા કોલેજ ખાતે સવારે 8 વાગ્યાથી શરૂ કરવામાં આવશે. કુલ 12 ટેબર પર 29 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે. મહત્વનું છે કે ધારી બેઠક પર કુલ 45.79 ટકા મતદાન થયું છે.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here