સ્કેમ / રિપબ્લિક ટીવીએ કહ્યું TRP કૌભાંડની FIRમાં ઇન્ડિયા ટુડેનું નામ, સામે પોલીસે આપી સ્પષ્ટતા

0
179

ગઈકાલે TRPમાં ગોટાળા મામલે મુંબઈ પોલીસના ધડાકા બાદ વધુ એક ખુલાસો સામે આવી રહ્યો છે. આ કેસમાં જે ફરિયાદ કરવામાં આવેલ છે તે ફરિયાદની કૉપી સામે આવતા મીડિયાના એક વર્ગ દ્વારા પોલીસ સામે પણ સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે.

  • મુંબઈ પોલીસે TRPમાં ગોટાળાનો કર્યો પર્દાફાશ 
  • રિપબ્લિક ટીવીના માલિકને સમન પાઠવી શકે છે મુંબઈ પોલીસ 
  • ફરિયાદમાં ઇન્ડિયા ટુડેનું નામ પણ આરોપીએ રિપબ્લિકનું નામ લીધું : પોલીસની સફાઈ

ન્યૂઝ ચેનલ પર લાગ્યા ગંભીર આરોપો 

TRPના ગોટાળામાં મુંબઈ પોલીસે રિપબ્લિક ટીવીનું નામ લીધું પણ ફરિયાદમાં આજતક ચેનલ જે ગ્રુપમાં આવે છે તે ઇન્ડિયા ટુડે ગ્રુપનું નામ સામે આવ્યું છે, જે બાદ પોલીસ પર સવાલ ઉઠી રહ્યા હતા અને તેના પર મુંબઈ પોલીસે સફાઈ આપી કે હંસાની ફરિયાદમાં ઇન્ડિયા ટુડે ગ્રુપનું નામ છે પરંતુ જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમાંથી એક આરોપીએ રિપબ્લિક ટીવી અને બે મરાઠી ચેનલ નામ લીધા હતા. હજુ સુધી જે તપાસ થઇ છે તેમાં આ ત્રણ ચેનલ સામે પૂરાવા મળ્યા છે અને તપાસ હજુ ચાલુ છે. કોઈ પણ ચેનલ સામે પૂરાવા મળશે તે તપાસ તે હિસાબથી જ આગળ વધશે. 

અત્યાર સુધી ચારની ધરપકડ 

નોંધનીય છે કે ગુરુવારે મુંબઈ પોલીસ કમિશ્નર પરમબીર સિંહે એક પત્રકાર પરિષદ યોજી જેમાં તેમણે રિપબ્લિક ટીવી અને બે મારાથી ચેનલ ખોટી TRP હાંસલ કરવાના ખેલ સામેલ હતા તેવું કહ્યું હતુ અને તે પૈસા આપીને TRP વધારી રહ્યા હતા. આ મામલામાં બે મરાઠી ચેનલના માલિકો સહીત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.  

ગોસ્વામીને પૂછપરછ માટે બોલાવશે પોલીસ ? 

શુક્રવારે રિપબ્લિક ટીવીના કન્સલ્ટિંગ એડિટર પ્રદીપ ભંડારીને સમન મોકલાયું છે. ચેનલના માલિક અર્નબ ગોસ્વામીને પણ સમન પાઠવીને પૂછપરછ કરવા માટે બોલાવી શકાય છે. કમિશનરે જ ગુરુવારે તેના સંકેત આપ્યા હતા અને કહ્યું હતું કે તપાસ વધારવા માટે વધુ કેટલાક લોકોને સમન કરવામાં આવી શકે છે. 

સુશાંત સિંહ કેસમાં રિપોર્ટીંગના કારણે આ બધી કાર્યવાહી : ગોસ્વામી 

નોંધનીય છે કે રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ ગોસ્વામીએ નિવેદન બહાર પાડીને કહ્યું છે કે મુંબઈ પોલીસ કમિશ્નરે ખોટા આરોપ લગાવ્યા છે કારણ કે અમે સુશાંત સિંહ કેસમાં તપાસ પર સવાલ ઉઠાવ્યા હતા. અમે મુંબઈ પોલીસ કમિશ્નર વિરુદ્ધ બદનક્ષીનો કેસ કરીશું. પાલઘર કેસ હોય કે પછી સુશાંત સિંહ મામલો, રિપબ્લિક ટીવીની રીપોર્ટીંગના કારણે આ બધી કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here