સ્થાપના દિવસ / એરફોર્સ ડેઃ રાફેલની ધમાકેદાર એન્ટ્રી, તેજસ-જગુઆર સાથે બતાવી તાકાત

0
67

ભારતીય વાયુસેના આજે પોતાનો 88મો સ્થાપના દિવસ મનાવી રહી છે. આ અવસર પર ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર વાયુસેના પોતાની તાકાતનું પ્રદર્શન કરી રહી છે. આ વખતે એરફોર્સના કેમ્પમાં રાફેલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. રાફેલ સિવાય વાયુસેનાના કેટલાક અન્ય લડાખૂ વિમાન આ દરમિયાન પોતાની તાકાતનો પરિચય કરાવશે. એફોર્સ ડે પર ફ્લાય પોસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

રાફેલ, તેજસ અને જગુઆરે બતાવી તાકાત

રાફેલ લડાકૂ વિમાનને દુશ્મનનો ચેતાવણી આપી દીધી છે. એરફોર્સ ડેના અવસર પર ગાઝિયાબાદના આકાશમાં રાફેલે પોતાની તાકાતનો પરિચય કરાવ્યો છે. રાફેલ સાથે થ્રી ફોર્મેશનમાં જગુઆર લડાકૂ વિમાન પણ રહ્યાં, જેમણે આકાશમાં ઉડાન ભરી. રાફેલ બાદ તરત સ્વદેશી વિમાન તેજસે પણ આકાશમાં પોતાનો દમ બતાવ્યો. 

ચિનૂક અને અપાચે બતાવ્યો દમ

વાયુસેનાના દિવસ પર ચિનૂક હેલિકોપ્ટર, અપાચે હેલિકોપ્ટર, ગ્લોબમાસ્ટર, સુખોઇ સહિત અનેક લડાકૂ વિમાનો પોતાનો દમ બતાવ્યો. 


એરફોર્સ ડે પર ખાસ પરેડ

હિંડન  એરબેઝ પર પડેની શરૂઆત થઇ ગઇ છે. સેનાની ત્રણેય ટુકડીઓના પ્રમુખ સિવાય કેટલાંક વરિષ્ઠ અધિકારીઓ પણ પરેડમાં સામેલ થયા છે. CDS બિપિન રાવત પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં છે. વાયુસેનાના પ્રમુખ આર કે એસ ભદોરિયાએ સૌથી પહેલા ગાર્ડ ઓફ ઓનરનું અભિવાદન કર્યું. ગ્રુપ કેપ્ટન સાગરની અધ્યક્ષતામાં પરેડની શરૂઆત કરવામાં આવી. 


PM મોદીએ વાયુ સેના દિવસ પર જાહેર કર્યો વીડિયો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાયુસેનાના દિવસે ટ્વિટરના માધ્યમથી વીડિયો જાહેર કર્યો છે. 1932માં વાયુસેનાની સ્થાપના થઇ હતી. આજે વાયુ સેના 21મી સદીની શક્તિશાળી એરફોર્સમાં સામેલ થઇ. પીએમ મોદીએ દેશ માટે સેવા આપનારા વાયુસેનાના જવાનોને અભિનંદન પાઠવ્યાં. 


 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here