સ્મિથને દુબઈ સ્ટેડિયમનાં રેકોર્ડને અવગણવું ભારે પડી ગયું, પોતે કબૂલ્યું કે અમારાથી ભૂલ થઈ

0
102

કોલકાતા નાઈટ રાઈડર્સે IPLમાં રાજસ્થાન રોયલ્સના વિજય રથને દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રોકી દીધો હતો. સ્ટિવ સ્મિથની કેપ્ટનશિપવાળી રાજસ્થાન રોયલ્સ સતત ત્રીજી મેચ જીતનો ઝંડો લહેરાવી શકી ન હતી. તેની જીતની હેટ્રિક અધૂરી રહી ગઈ હતી. શારજાહમાં પોતાની છેલ્લી બે મેચોમાં 200થી વધારે રન બનાવનાર રાજસ્થાન રોયલ્સની ટીમ 175 રનોનાં લક્ષ્યનો પીછો કરતાં 9 વિકેટ પર 137 રન જ બનાવી શકી હતી અને કોલકાતાએ તેને 37 રનોથી માત આપી હતી.

UAEમાં આયોજિત IPLની આ સિઝન દરમિયાન દુબઈ સ્ટેડિયમમાં પહેલી બેટિંગ કરનાર ટીમની ફરી એકવાર જીત થઈ છે. દુબઈમાં આ સિઝનમાં અત્યાર સુધી 6 મેચ થઈ છે અને તમામ મેચમાં પહેલી બેટિંગ કરનાર ટીમે જીત હાંસલ કરી છે. ટોસ જીતીને કોલકાતાને બેટિંગ આપવાના સ્મિછના નિર્ણયથી ફેન્સ ચોંકી ઉઠ્યા હતા. કેમ કે, આ અગાઉ દુબઈમાં પહેલી બેટિંગ કરનાર ટીમોએ તમામ પાંચ મેચ જીતી હતી. અને ગઈકાલે આયોજિત છઠ્ઠી મેચમાં પણ આમ જ થયું

દુબઈ સ્ટેડિયમમાં 6 મેચ- તમામમાં પહેલી બેટિંગ કરનાર ટીમની જીત

1. 20 સપ્ટેમ્બરઃ દિલ્હી કેપ્ટીલ્સ- પંજાબ સામેની મેચમાં ટોસ હારીને દિલ્હીની ટીમ બેટિંગ માટે ઉતરી, પણ મેચ ટાઈ રહી. પણ સુપર ઓવરમાં દિલ્હીએ બાજી મારી.
2. 21 સપ્ટેમ્બરઃ RCB અને SRH સામેની મેચમાં હૈદરાબાદે ટોસ જીતીને બેંગ્લોરને બેટિંગ આપી. કોહલીની RCBએ 10 રનોથી જીત હાંસલ કરી હતી.
3. 24 સપ્ટેમ્બરઃ કિંગ્સ ઈલેવન પંજાબ અને RCB વચ્ચેની મેચમાં ટોસ જીતીને પંજાબને બેટિંગમાં ઉતારી, પંજાબે 97 રનોથી જીત હાંસલ કરી હતી
4. 25 સપ્ટેમ્બરઃ દિલ્હી કેપ્ટિલ્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ સામેની મેચમાં CSKએ ટોસ જીતી દિલ્હીને પહેલાં બેટિંગ, અને દિલ્હી 44 રનોથી જીતી ગયું
5. 28 સપ્ટેમ્બરઃ આરસીબી સામેની મેચમાં મુંબઈ ટોસ જીતીને બેંગ્લોરને બેટિંગ આપી. મેચ ટાઈ રહી પણ સુપર ઓવરમાં બેંગ્લોરની જીત થઈ
6. 30 સપ્ટેમ્બરઃ કેકેઆર સામેની મેચમાં રાજસ્થાને ટોસ જીતીને કોલકાતાને બેટિંગ આપી. કોલકાતાએ 37 રનોથી જીત હાંસલ કરી

સ્ટીવ સ્મિથે કહ્યું- અમારાથી ભૂલ થઈ

મેચ બાદ રાજસ્થાનના કેપ્ટન સ્ટિવ સ્મિથે કહ્યું કે, અમે શરૂઆતમાં વિકેટ ગુમાવી દીધી હતી અને અમારા બેટ્સમેનોને એમ લાગતું હતું કે તેઓ શારજાહના ગ્રાઉન્ડમાં રમી રહ્યા છે. આ મેદાન બહું મોટું હતું અને ચોગ્ગા-છગ્ગા લાગી રહ્યા ન હતા. અમે વિકેટ મુજબ ન ઢળી શક્યા અને મેદાનના આકારને આંકવામાં ભૂલ કરી દીધી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here