‘હંગામા 2’ની શૂટિંગ માટે ખાનગી જેટથી મનાલી માટે રવાના થઈ શિલ્પા શેટ્ટી અને ટીમ

0
63

‘હંગામા 2’ની કાસ્ટ ફિલ્મનું શૂટિંગ ફરી શરૂ કરવા માટે મનાલી જવા રવાના થઈ છે. ફિલ્મ ‘હંગામા 2’થી અભિનેત્રી શિલ્પા શેટ્ટી મોટા પડદે કમબેક કરવા જઇ રહી છે. તેણે ફિલ્મનું શૂટિંગ ફરી શરૂ કરવા પર ઇન્સ્ટાગ્રામ પર એક અપડેટ પણ આપ્યું છે.

શિલ્પાએ એક તસવીર શેર કરી છે જેમાં તે ફિલ્મની આખી ટીમ સાથે ખાનગી વિમાનની બહાર પોઝ આપતી જોવા મળી રહી છે.

શિલ્પાએ પોસ્ટ કરેલી આ તસવીરમાં પરેશ રાવલ, મીજાન અને પ્રણીતા સુભાષ જેવા કલાકારો પણ જોવા મળે છે. તેઓ  વિમાનમાં બેસવાની તૈયારી જ કરી રહ્યા હતા તે પણ આ ફોટોમાં દેખાય છે.

શિલ્પાએ આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, ‘ઔર હમ ચલ પડે હૈ… વક્ત હૈ કુછ હંગામા કરને કા.

પ્રિયદર્શનની ફિલ્મ હંગામાનો પહેલો ભાગ 2003માં રિલીઝ થયો હતો. આ કોમેડી ફિલ્મે એ વખતે ધૂમ મચાવી હતી અને દરેક વયના લોકોને આકર્ષિત કર્યા હતા. હવે શિલ્પા શેટ્ટી તે જ હંગામાના બીજા ભાગમાં કામ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here