હજીરા-ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સર્વિસ શરૂ; સમય બચશે પણ ખર્ચો વધશે, સૌરાષ્ટ્રથી સવારે નીકળી સુરત જઈ સાંજે ઘરે પાછા અવાશે, જાણો ટિકિટ બુકિંગ, કેન્સલેશન-રિફંડના નિયમો

    0
    18
    • આ રીતે સમજો- 525 રૂપિયા પ્રતિ વ્યક્તિ ભાડું, સાથે કાર હશે તો 1200 રૂપિયા અલગથી, 5 વ્યક્તિના પરિવારને એક ટ્રીપ 3825 રૂપિયામાં પડશે, હાલમાં 2350 સુધીનો ખર્ચ થાય છે
    • મોદીએ વર્ચ્યુઅલ ઉદઘાટન કરી કહ્યું- ગુજરાતમાં વર્ષો જૂનું સપનું સાકાર થયું

    વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી હજીરા-ઘોઘા રો-પેક્સ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો.અને ઘોઘા અને હજીરાના વેપારીઓ સાથે ઓનલાઈન સંવાદ પણ કર્યો હતો.આ પ્રસંગે વડાપ્રધાને જણાવ્યું હતું કે, દિવાળી અવસરે ગુજરાતના લોકોને તહેવારનો ઉપહાર છે. સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના લોકોનું વર્ષો જુનુ સપનું સાકાર કર્યું છે.વડાપ્રધાને હજીરાના નવનિર્મિત પોર્ટ ટર્મિનલનું પણ લોકાર્પણ કર્યું હતું.

    વડાપ્રધાને જણાવ્યું હતું કે દરિયાઇ ક્ષેત્રના વિકાસમાં રો-પેક્સ સર્વિસ ઉત્તમ ઉદાહરણ છે.સમય, ઇંઘણની પણ બચત સાથે પર્યાવરણને પણ લાભ થશે.વર્ષમાં 80 હજાર યાત્રીઓ મુસાફરી કરી શકશે.ખેડૂતો પણ દરિયાઇ માર્ગે સુરક્ષિત રીતે માલનું વેચાણ કરી શકશે. રો પેક્સ સેવાના વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે દિવાળીની ખરીદી થઇ રહી છે ત્યારે વોકલ ફોર લોકલનો મંત્ર ભૂલવાનો નથી. દિવા ખરીદી લીધા એટલે આત્મનિર્ભર એવું નહિ બધી જ જગ્યાએ લોકલ ફોર વોકલનો મંત્ર અપનાવવાનો છે.વોકલ ફોર લોકલમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહિ કરીશું.આ દિવાળીને વોકલ ફોર લોકલનો ટર્નિંગ પોઇન્ટ બનાવવાનો છે.

    5 વ્યક્તિનો પરિવાર સુરતથી ઘોઘા રો પેક્સ ફેરી, બાય રોડ જાય તો સિંગલ ટ્રીપમાં થનારો ખર્ચ

    ટ્રાન્સપોર્ટરો પેક્સપેટ્રોલ કાર (5 વ્યક્તિ)ડીઝલ કાર (5 વ્યક્તિ)સીએનજી કાર (5 વ્યક્તિ)
    મુસાફરી ખર્ચરૂ. 2625રૂ. 2000રૂ. 1670રૂ. 750
    ટોલ ફીરૂ. 350રૂ. 350રૂ. 350
    વ્હીકલ ખર્ચરૂ. 1200
    કુલરૂ. 3825રૂ. 2350રૂ. 2020રૂ. 1100
    પ્રતિ વ્યકિત ખર્ચરૂ. 765રૂ. 470રૂ. 404રૂ. 220

    2 વ્યક્તિનો બાઈક લઈને બાય રોડ અને રો પેક્સમાં જવાનો ખર્ચ

    મુસાફરીરો પેક્સરોડ
    ટિકિટय/પેટ્રોલરૂ.1050રૂ.600
    બાઈકરૂ.350
    કુલરૂ.1400રૂ. 600
    પ્રતિ વ્યક્તિરૂ.700રૂ.300

    પહેલાં સુરત પહોંચતા 12 કલાક થતા હતા, હવે 4 કલાકમાં જવાશે
    હજીરા-ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સર્વિસ શરૂ કરાઈ છે. આ સર્વિસમાં મુસાફરોની સાથે મોટરસાઈકલ, કાર, બસ અને ટ્રકને પણ એકથી બીજા સ્થળે લઈ જવાય છે. હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસ શરૂ થતાં આ બંને સ્થળનું અંતર 370 કિ.મી.થી ઘટીને 60 કિ.મી. થઈ જશે. અગાઉ આ મુસાફરીમાં 12 કલાકનો સમય થતો, જ્યારે હવે ફક્ત 4 કલાક થશે. સવારે ફેરીમાં બેસીને ભાવનગરથી સુરત જવા નીકળનાર સાંજ સુધીમાં પાછા ફરી શકશે. જોકે તેમણે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે, બપોરે હજીરા પહોંચતી ફેરી અથવા હજીરાથી ઘોઘા પહોંચતી ફેરી માત્ર એક કલાકમાં જ પાછી ફરશે. જ્યારે સાંજે ફેરી જે બંદરે પહોંચશે ત્યાં નાઈટ હોલ્ટ કરી બીજા દિવસે સવારે પાછી રવાના થશે.

    ટિકિટના ભાવ

    મુસાફર (જનરલ, એક્ઝિક્યુટિવ,લૉન્જ ક્લાસ)રૂ. 525થી 1500
    મોટરસાઈકલરૂ. 350
    કારરૂ. 1200થી 1350
    ટેમ્પોરૂ. 4000
    બસરૂ. 5000
    ટ્રકરૂ. 7500થી 15000

    નિયમો અને શરતો: નિયમો નહીં પાળનારને દંડ પણ થશે

    • બુકિંગ : ફેરી ઉપડવાના સમય કરતા બુકિંગ એક કલાક પહેલાં બંધ થઈ જશે.
    • બોર્ડિંગ-ચેક ઈન : ફેરી ઉપડવાના સમયથી 30 મિનિટ વહેલું થઈ જશે. કોઈ પણ ટિકિટ ઓટોમેટિક રદ નહીં ગણાય અને રિફંડ નહીં મળે.
    • હાફ ટિકિટ : બેથી 12 વર્ષના બાળકો માટે અડધી ટિકિટ લેવાની રહેશે.
    • આઇડી પ્રૂફ : તમામ મુસાફરોએ ફોટો આઈડી સાથે રાખવું પડશે. ફેરી કે ટર્મિનલ પ્રિમાઈસીસમાં ધુમ્રપાન, તમાકુનું સેવન ગેરકાયદે ગણાશે અને તેનો ભંગ કરનારા પાસેથી રૂ. 2500 દંડ વસૂલાશે.
    • સેફ્ટી : તમામ મુસાફરોએ આખા પ્રવાસમાં ટિકિટ કાઉન્ટર પરથી અપાયેલો રિસ્ટ બેન્ડ પહેરવો પડશે. એવું ન કરવા બદલ રૂ. 500 દંડ કરાશે.

    ક્ષમતા: 500 મુસાફરો, 800થી વધુ વાહનો લઈ જશે

    • 500 મુસાફરો
    • 500 કાર
    • 300 મોટરસાઈકલ
    • 30 ટ્રક
    • 7 નાના ટ્રક
    • રો પેક્સ ફેરીમાં મુસાફરો અને કારની સાથે ભારે વાહનો પણ જઈ શકશે.

    ટિકિટ કેન્સલ કરવા બદલ રિફંડ માટે પણ નિયમો છે

    • મુસાફરીના 30 દિવસ પહેલા 90% રિફંડ
    • બેથી 30 દિવસની અંદર 80% રિફંડ
    • એક દિવસ પહેલાં રિફંડ નહીં મળે
    • રિફંડ પ્રોસેસ થતાં ત્રણ વર્કિંગ ડે થશે.
    • ફેરી સર્વિસ કેન્સલ થશે, તો મુસાફરોને ઓપરેટર દ્વારા રિફંડ મળી જશે.
    • મોડા પહોંચનારને કોઈ રિફંડ મળશે નહીં.

    ફેરીનું બે દિવસનું સળંગ શિડ્યુલ છે. ઘોઘાથી સવારે ઉપડી બપોરે હજીરા પહોંચી ત્યાંથી પાછી ફરી સાંજે ઘોઘા આવી સાંજે હજીરા જવા રવાના થશે.

    સર્વિસના ફાયદા: રોજનું 9 હજારએટલે કે વર્ષે 33 લાખ લિટર ફ્યૂલ બચશે

    • રોડ અને રેલવે ટ્રાફિકમાં ઘટાડો
    • રસ્તા પર ટ્રાફિક જામ અને અકસ્માતોમાં ઘટાડો
    • રોજનું 9 હજાર લિટર એટલે કે વર્ષે 33 લાખ લિટર ફ્યૂલ બચશે, પ્રદૂષણમાં ઘટાડો થશે.
    • દર વર્ષે 14 હજાર મેટ્રિક ટન ક્રૂડ ઓછું આયાત થશે.
    • દર વર્ષે કાર્બન ઉત્સર્જનમાં 24 મેટ્રિક ટનનો ઘટાડો
    • સમયની બચત અને દરિયાઈ મુસાફરીનો આનંદ.

    ગુજરાતમાં સમુદ્ર વેપાર સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કેપેસિટી બિલ્ડિંગ પર ઝડપથી કામ ચાલે છે: PM
    ગુજરાતમાં રો પેક્સ ફેરી સેવા જેવી સુવિધાનો વિકાસ કરવામાં ઘણા લોકોએ મહેનત કરી છે. અનેક મુશ્કેલી પણ રસ્તામાં આવી હતી. એ તમામ સાથીઓનો હું આભાર માનું છું. તમામ એન્જિનીયર, તમામ શ્રમિકોનો હિંમતથી મુશ્કેલીનો સામનો કરવા માટે આભારી છું. ગુજરાતમાં સમુદ્ર વેપાર સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કેપેસિટી બિલ્ડિંગ પર ઝડપથી કામ ચાલે છે. ઉદાહરણ તરીકે ગુજરાત મેરીટાઈમ ક્લસ્ટર, ગુજરાત સમુદ્ર વિશ્વ વિદ્યાલય, ભાવનગરમાં સીએનજી ટર્મિનલ જેવી અનેક સુવિધા ગુજરાતમાં તૈયાર થઈ રહી છે. સરકાર ઘોઘા દહેજ ફેરી સર્વિસ પણ ફરીથી ઝડપથી શરૂ કરવા માંગે છે. આ પ્રોજેક્ટ સામે પ્રકૃતિ સંબંધિત પડકાર આવ્યો હોવાથી તેને આધુનિક ટેકનોલોજી દ્વારા તેને દૂર કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. શીપિંગ મંત્રાલયનું નામ બદલીને મિનિસ્ટ્રી ઓફ પોર્ટ્સ, શીપિંગ અને વોટર વે કરવામાં આવ્યું છે.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here