હવે આ લોકો માટે Driving License રિન્યૂ કરાવવું બનશે સરળ, હટાવવામાં આવશે શરતો!

  0
  33

  ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ(IDP)ની રિન્યૂ પ્રોસેસની અમુક શરતોમાં મોદી સરકાર થોડી છૂટ આપી શકે છે. સરકારે શનિવારે કહ્યું કે ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ હોલ્ડરને રાહત આપવા માટે રિન્યૂ પ્રક્રિયા સરળ બનાવવા અંગે કામ કરવામાં આવી રહ્યું છે. આ સિવાય સરકારે વિઝા અને મેડિકલ સર્ટિફિકેટની અમુક શરતોને હટાવવાની સંભાવના પણ વ્યક્ત કરી.

  મીડિયા અહેવાલ મુજબ સડક પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે આ માટે માળખું પણ તૈયાર કર્યું છે. કેન્દ્રીય મોટર વાહન અધિનિયમ, 1989માં સુધારો મુસદ્દો પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે સડક પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે મંત્રાલયે એક ડ્રાફ્ટ જાહેરનામું બહાર પાડ્યું છે. કેન્દ્રીય મોટર વાહન અધિનિયમ, 1989માં સુધારો માટે સલાહ માંગી નાગરિકો માટે ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ રિન્યૂની પ્રક્રિયા સરળ બનાવવા અંગે કામ કરવામાં આવી રહ્યું છે.

  માહિતી મુજબ એવા નાગરિક જે વિદેશ મુસાફરી કરી રહ્યા છે અને કોઈ અન્ય દેશમાં છે. ત્યાં તેમના આઈડીપીની વેલિડિટી સમાપ્ત થઈ ગઈ છે અને વિદેશમાં તેને રિન્યૂ કરવા માટે કોઈ વ્યવસ્થા નથી. એવા નાગરિકોની સુવિધા માટે સીએમવીઆર 1989માં સુધારો કરવા અંગે કામ કરવામાં આવી રહ્યું છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here