હવે વધુ ચાંદીનું દાન નહીં કરતા, પ્લીઝ, અયોધ્યાના રામ મંદિર ટ્રસ્ટે દાતાઓને અપીલ કરી

0
108

– હજુ તો રામ મંદિરનું નિર્માણ પૂરુ્ં થયું નથી

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે દાતાઓ જોગ એવી જાહેર અપીલ કરી હતી કે મહેરબાની કરીને હવે ચાંદીનું દાન કરતા નહીં પ્લીઝ… રામ લલા માટે અત્યાર સુધીમાં બે ક્વીન્ટલ જેટલી ચાંદી દાનમાં મળી ચૂકી હતી. 

મંદિર બનવા પહેલાંજ ભગવાન રામ અબજપતિ થઇ ચૂક્યા હતા. વિદેશોમાં રહેલા રામભક્તો પણ મૂલ્યવાન ધાતુઓમાં દાન કરી રહ્યા હતા. રામ મંદિરના બાંધકામની જોરદાર શરૂઆત થઇ ચૂકી છે. અત્યંત આધુનિક મશીનની સહાયથી ફટાફટ કામ ચાલી રહ્યું હતું. પરંતુ એ દરમિયાન બે ક્વીન્ટલ જેટલી ચાંદી એકઠી થઇ જતાં ટ્રસ્ટે દાતાઓને એવી અપીલ કરવી પડી હતી કે હવે ચાંદી બસ કરો. એને બદલે રોકડ રકમનું દાન કરો જે મંદિર નિર્માણના ખર્ચમાં વાપરી શકાય. 

આમ તો એક અબજ રૂપિયાનું દાન ક્યારનું આવી ચૂક્યું હતું. જો કે મંદિરની નવી બદલાયેલી ડિઝાઇન પ્રમાણે મંદિર બનાવવામાં વધુ ખર્ચ થઇ શકે એમ છે. એટલે ટ્રસ્ટે દાતાઓને એવી વિનંતી કરી હતી કે શક્ય હોય ત્યાં રોકડ રકમ દાન કરવાનું રાખજો. ટ્રસ્ટે એવી આશા વ્યક્ત કરી હતી કે નવરાત્રિ દરમિયાન વધુ દાન આવશે.

[WP-STORY]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here