હવે Amazon પરથી પણ થઈ શકશે ટ્રેનની ટિકિટ બુક, નવું ફીચર થયુ એડ; પહેલી બુકિંગ પર મળી રહ્યુ છે કેશબેક

0
63

હવે ટ્રેનની ટિકિટ એમેઝોન ઇન્ડિયા (Amazon) દ્વારા પણ બુક કરાવી શકાશે. આ માટે, એમેઝોન અને IRCTCએ ભાગીદારી કરી છે. જણાવી દઈએ કે લગભગ દોઢ વર્ષ પહેલાં, એમેઝોને તેના પ્લેટફોર્મ દ્વારા ફ્લાઇટ ટિકિટ બુક કરવાની સુવિધા શરૂ કરી હતી. તે પછી, નવેમ્બર 2019 માં બસ ટિકિટ બુક કરવાની સુવિધા ઉમેરી. હવે કંપનીએ ગ્રાહકોને રિઝર્વ્ડ ટ્રેનની ટિકિટ બુક કરવાની સુવિધા પણ આપી દીધી છે.

એમેઝોન તેના પ્લેટફોર્મ પરથી પ્રથમ ટ્રેનની ટિકિટ બુકિંગ પર 10 ટકા કેશબેક આપી રહ્યું છે, જે 100 રૂપિયા સુધી છે. તો, પ્રાઇમ મેમ્બર્સને 12 ટકાથી વધુનું કેશબેક મળી રહ્યું છે, જે 120 રૂપિયા સુધી છે. નવી સુવિધા હેઠળ કંપનીએ પ્રારંભિક સમયગાળા માટે સેવા અને ચુકવણી ગેટવે ટ્રાન્ઝેક્શન ચાર્જમાં છૂટ આપી છે.

ઈન્સ્ટન્ટ રિફંડ

એમેઝોન એપ પર ટ્રેનની ટિકિટ બુક કરતી વખતે તમામ ટ્રેનોમાં સીટની ઉપલબ્ધતા અને ક્વોટાની તપાસ કરી શકાય છે. ગ્રાહકો પાસે ઘણા વિકલ્પો છે જેમ કે લાઇવ PNR સ્ટેટસ ચેક, બુક કરેલ ટિકિટ્સ ડાઉનલોડ કરવાની અને રદ કરવાની સુવિધા. એમેઝોન પે બેલેન્સનો ઉપયોગ કરીને બુક કરાવેલ ટ્રેનની ટિકિટ રદ કરવા પર અથવા જો બુકિંગ નિષ્ફળ જાય છે, તો ગ્રાહકોને તરત જ રિફંડ મળશે.

[WP-STORY]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here