હાંસલપુર ચોકડી પાસે 70 હજારનો વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઇ ગઇ

    0
    18

    વિરમગામ-બહુચરાજી હાઇવે પરની

    -આરોપી રાબેતા મુજબ ભાગી છૂટયો : પોલીસે દારૂ, કાર સહિત રૂા. ૩.૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

    વિરમગામ-બહુચરાજી હાઇવે પરની હાંસલપુર ચોકડી પાસેથી પોલીસે બાતમીના આધારે દારૂનો જથ્થો ભરેલી કારને ઝડપી પાડી હતી.

    અમદાવાદ જિલ્લા પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક ડો. લવીનાસિન્હાની સૂચના અને માર્ગદર્શન મુજબ વિરમગામ ડીવીઝન વિસ્તારમાં પ્રોહી/જુગાર પ્રવૃત્તિઓ સદંતર નેસ્તનાબુદ કરવા સૂચના આપેલ તેના આધારે પોલીસ ઈન્સ્પેકટર એમ એ વાઘેલા સહિતના પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી બાતમીદારો દ્વારા બાતમી મળેલ કે વિરમગામ-બહુચરાજી હાઇવે હાંસલપુર ચોકડી એક કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને નીકળવાની છે. તેના આધારે વોચ ગોઠવવામાં આવતા કારમાંથી ભારતીય બનાવટનો અલગ અલગ બ્રાન્ડનાં વિદેશી દારૂની બોટલ ૩૨૮ જેની કિંમત રૂા. ૭૦,૭૦૦ તથા ગાડીની કિંમત રૂા. ૩૦૦૦૦૦ મળી કુલ મુદ્દામાલ રૂા. ૩,૭૦,૭૦૦નો મુદ્દામાલ પકડી પાડવામાં આવેલ. વેગનઆરનો ચાલક પોલીસને જોઇ ભાગી છૂટવામાં સફળ થયેલ હતો. ભાગી ગયેલ આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here