હાથરસ કાંડના આરોપીઓએ જેલમાંથી લખેલા પત્રમાં ચોંકાવનારો દાવો, પીડિતાને માતા-ભાઇ એ જ…

  0
  88

  ઉત્તરપ્રદેશમાં હાથરસની ઘટનામાં દરરોજ નવા-નવા દાવાઓ સામે આવી રહ્યા છે. આ કેસમાં આરોપીઓએ હાથરસના એસપીને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે કહ્યું છે કે આખો મામલો ઓનર કિલિંગનો છે. આ કેસમાં ચારેય આરોપીઓ દ્વારા જેલમાંથી મોકલવામાં આવેલા પત્રમાં લખ્યું છે કે પીડિતાની મુખ્ય આરોપી સંદીપ સાથે મિત્રતા હતી. આ પીડિતાના પરિવારના સભ્યોને મંજૂર જ નહોતું. તેને લઇ આખો પરિવાર નારાજ હતો. તેમણે પરિવારવાળાઓ પર જ પીડિતાની હત્યા કરવાનો આરોપ મૂકયો છે.

  હાથર એસપીને જેલમાંથી લખેલા પત્રમાં આરોપી લવકુશ, રવિ, રામકુમાર ઉર્ફે રામુ અને સંદીપ ઉર્ફે ચંદુએ પણ અંગૂઠો લગાવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે તેમની ઉપર લગાવવામાં આવેલા તમામ આરોપો ખોટા છે. તે ખોટી રીતે જેલમાં બંધ છે. તેમણે કહ્યું કે આ ઘટના બાદ જુદા-જુદા દિવસો પર આરોપીના નામ સામેલ કરાયા અને આ લોકોને જેલમાં મોકલી દીધા.

  ‘છોકરી સાથે મિત્રતા, ફોન પર થતી હતી વાત’

  સંદીપે પત્રમાં દાવો કર્યો હતો કે પીડિતા મારા ગામની છોકરી હતી, જેની સાથે મારી મિત્રતા હતી. અમારા લોકોની મુલાકાતની સાથે કયારેક-કયારેક ફોન પર પણ વાતો થતી હતી. અમારી મિત્રતા તેના પરિવારને પસંદ નહોતી. ઘટનાના દિવસે મારી તેની ખેતરમાં મુલાકાત થઇ તેની સાથે તેના માતા અને ભાઇ હતી. તેના (પીડિતા) કહેવા પર હું તરત જ ઘરે જતો રહ્યો અને ત્યાં મારા પપ્પા સાથે પશુઓને પાણી પીવડાવા લાગ્યો.

  ‘ઘટનાના દિવસે મળ્યો હતો પરંતુ પાછો આવી ગયો હતો’

  આરોપીનું કહેવું છે કે મને ગામ લોકો પાસેથી થોડીકવાર પછી ખબર પડી કે મારી પીડિતા સાથે મિત્રતા હતી આથી તેના ભાઇ અને માતાએ તેની સાથે મારઝૂડ કરી છે. મારઝૂડના કારણે જ તેને ગંભીર ઇજા પહોંચી હતી, બાદમાં તે મરી ગઇ. મેં કયારેય પણ પીડિતાને માર્યું નથી અને ના તો કોઇ ખોટું કામ કર્યું.

  આરોપીઓએ જણાવ્યું હતું કે તેઓ નિર્દોષ છે

  સંદીપનું કહેવું છે કે આ કેસમાં પીડિતાના ભાઈ અને માતાએ તેમને ખોટી રીતે ફસાવીને જેલ મોકલી દીધા. તેમનો દાવો છે કે તે લોકો નિર્દોષ છે. તેમણે વિનંતી કરી છે કે આ કેસમાં તપાસ કરીને આ લોકોને ન્યાય અપાવો.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here