ઉત્તર પ્રદેશના હાથરસમાં ગેંગરેપની ઘટના બાદ દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે. યુપી સરકાર પર કોંગ્રેસ દ્વારા નિશાન બનાવવામાં આવી રહી છે. ગુરુવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા હાથરસ જવા રવાના થયા હતા. આ દરમિયાન, પ્રિયંકા ગાંધી વાડ્રાએ હાથરસની ઘટના સંદર્ભે યુપી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતાં.જો કે પગપાળા જતાં બંનેની યુપી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

  • યુપીના હાથરસની દુષ્કર્મ પીડિતાના પરિવાર ને મળવા નીકળ્યા રાહુલ – પ્રિયંકા ગાંધી 
  • યુપીની યોગી આદિત્યનાથ સરકારનો પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે કર્યો વિરોધ 
  • પોલીસ અટકાવતા પગપાળા ચાલવા નીકળ્યા હતા, યુપી પોલીસે અટકાયત કરી 

રાહુલ ગાંધી પર લાઠીચાર્જ, રાહુલ – પ્રિયંકા ગાંધીની અટકાયત, રાહુલે પૂછ્યું, “શું ભાજપ વાળા જ ચાલી શકે છે?”

પોલીસ દ્વારા કોંગ્રેસ કાર્યકર્તાઓને અટકાવવામાં આવ્યા હતા, જે બાદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બંને પગપાળા જ ચાલતા નીકળી પડ્યા હતા. જેના લીધે બધુ જામ થઈ જતા પોલીસ બળપ્રયોગ કર્યો હતો અને ધક્કામુક્કી થઈ હતી. જેમાં રાહુલ ગાંધી નીચે પડી ગયા હતા. જો કે કોંગ્રેસ પ્રવક્તા સૂરજેવાલા એ કહ્યું હતું કે રાહુલ ગાંધી પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.

રાહુલ ગાંધીએ પણ તેની પુષ્ટિ કરી હતી તેમણે કહ્યું હતું કે મારા ઉપર લાઠીચાર્જ  કરવામાં આવ્યો હતો. યુપી પોલીસ દ્વારા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ની અટકાયત કરવામાં આવી હતી. જેના પર રાહુલ ગાંધી એ પાર્ષનો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે શું આ દેશમાં ભાજપ અને RSS ના નેતાઓને જ શું ચાલવાની છૂટ છે? વધુમાં તેમણે કહ્યું હતું કે મને જણાવવામાં આવે કે યુપી પોલીસ કઈ કલમ હેઠલ મારી ધરપકડ  કરી છે? 

રાહુલ-પ્રિયંકાનું ભાષણ

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ આ કાફલાની સાથે છે અને પગપાળા જ આગેવાની કરી રહ્યાં છે. ગુરુવારે બપોરે DND ક્રોસ કરતા કોંગ્રેસ ના હજારો કાર્યકરો યુપીમાં પ્રવેશ્યા હતા, પરંતુ બાદમાં તમામ કાફલાઓને રોકી દેવાયા હતા.

મહત્વનું છે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી હાથરસ પહોંચે તે પહેલા જ જિલ્લાની સીમાઓ સીલ કરી દેવામાં આવી છે, તેની સાથે કલમ 144 પણ લગાવી દેવામાં આવી છે. સમાજવાદી પાર્ટી દ્વારા હાથરસ ની સરહદ પર દેખાવો પણ યોજવામાં આવી રહ્યા છે.

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા બંને તા.પં.ના એક્સપ્રેસ વે થઈને DND થી હાથરસ જવા રવાના થયા હતા. પરંતુ તેમનો કાફલો ગ્રેટર નોઈડા નજીક અટકાવાયો હતો. આ દરમિયાન યુપી સરકાર પર પ્રિયંકા ગાંધી ને ધારદાર નિશાન બનાવાયા હતાં.

મારે પણ ૧૮ વર્ષની દીકરી છે, ગુસ્સો આવે છે”: પ્રિયંકા ગાંધી 

કોંગ્રેસ ના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે આવી ઘટનાઓ વધતી જાય છે, મારી પુત્રી પણ 18 વર્ષની છે. દરેક મહિલાને ગુસ્સો આવવો જોઈએ. આપણા હિન્દુ ધર્મમાં એવું ક્યાં લખ્યું છે કે પરિવાર વિના અંતિમ સંસ્કાર યોજવા જોઈએ.

પ્રિયંકા ગાંધી વાડરાએ કહ્યું કે રાજ્યની સુરક્ષા માટે મુખ્યમંત્રી જવાબદાર છે, રાજ્યમાં દરરોજ બળાત્કારની ઘટનાઓ બની રહી છે. સરકાર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી રહી નથી. તમે હિન્દુ ધર્મના પાલનહાર છો, તમે એવી સ્થિતિ બનાવી દીધી છે કે એક પિતા તેની પુત્રીના અંતિમ સંસ્કાર કરી શકતા નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here