હાથરસ પીડિતાની કેમ અડધી રાત્રે જ અંત્યેષ્ટિ કરી નાંખી? સુપ્રીમમાં યોગી સરકારે આપ્યો જવાબ

0
80


દરેક લોકો જાણવા માંગે છે કે આખરે યુપી પોલીસે હાથરસ કાંડની પીડિતાના મૃતદેહને અડધી રાત્રે જ કેમ સળગાવાની જરૂર પડી. સુપ્રીમ કોર્ટે પણ ઉત્તર પ્રદેશ સરકારને જ્યારે આ પ્રશ્ન કર્યો તો તેમણે સુપ્રીમ કોર્ટને કહ્યું કે તેમને એવી ગુપ્ત માહિતી મળી હતી કે જો મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવા માટે સવાર સુધીની રાહ જોવામાં આવશે તો મોટાપાયે હિંસા ભડકી શકતી હતી.

યોગી સરકારે હાથરસ કેસમાં એફિડેવિટ દાખલ કરીને સુપ્રીમ કોર્ટમાંથી સીબીઆઈ તપાસના નિર્દેશની માંગણી કરી. તેમણે કેસમાં હજુ સુધી તપાસની વિસ્તૃત માહિતી સુપ્રીમ કોર્ટને સોંપી અને દાવો કર્યો કે કેટલાંક નિહિત સ્વાર્થવાળી તાકાત નિષ્પક્ષ ન્યાયના રસ્તામાં અડચણ ઉભી કરી રહી છે.

આની પહેલાં રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) એચ.સી.અવસ્થીએ એક ઇન્ટરવ્યુમાં આવો જ દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે એ રાત્રે એવો માહોલ બની ગયો હતો કે મૃતદેહને ગુપચુર રીતે સળગાવા મજબૂર થવું પડ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here