હાથીને માનવજાત ખતમ કરી રહી છે

0
80

– આપણે ત્યાં લાખો હાથીઓની સંખ્યા હતી જે ઘટીને 26,000 પર પહોંચી છે

– જો આપણે હાથીઓ ગુમાવી દઇશું તો સાથે સાથે વૃક્ષોની ૧૦૦ વેરાઇટી પણ ગુમાવી દઇશું. આ વૃક્ષો હાથીઓની અગાર મારફતે પ્રસરતા હોય છે 

આપણે ભલે ગૌરવભેર એમ કહેતા હોય કે આપણે ત્યાં ૨૬,૦૦૦ હાથીઓ છે પરંતુ એવું ક્યારેય નથી કહેતા કે  આપણે ત્યાં લાખો હાથીઓની સંખ્યા હતી જે ઘટીને ૨૬,૦૦૦ પર પહોંચી છે. આ સંખ્યા દર વર્ષે ઘટી રહી છે. આપણે ત્યાં લાંબા દાંત વાળા બહુ ઓછા હાથી બચ્યા છે. એટલે તેમના જીન્સ પણ ઘટયા છે. કમનસીબીતો એ છે કે આપણે ત્યાં ૩૫૦૦ જેટલા હાથીઓ તો બંધનમાં છે એટલેકે તેમને ક્યાંતો મંદિરોમાં રખાયા છે કે મોટા ફાર્મ હાઉસોમાં બાંધી રખાયા છે.

હાથીએ માણસ જેવુંજ લાગણીશીલ પ્રાણી છે. મેલ અને ફિમેલ હાથી બંને રડી શકે છે, શોક વ્યક્ત કરી શકે છે, તે ટોળામાં રહી પોતાના બાળકનું રક્ષણ કરે છે , તેમને ખાવાનું આપે છે, તેમની સાથે રમે છે. હાથીઓની કૌટુંબિક ભાવના મજબુત હોય છે, તે પોતાના વડિલોને માન આપે છે, તે પાણીમાં રમીને આનંદ લૂંટે છે અને ગુસ્સે પણ થાય છે.હાથીઓ ભલે જંગલમાં રહેતા હોય પણ તેમની બુધ્ધિશક્તિ માણસ જેટલીજ હોય છે અને તેમની વધારાની સંવેદનાત્મક સમજ કદાચ માણસ કરતાં વધારે હોય છે એમ કહી શકાય.આ એક  એવું પ્રાણી છે કે જે સપનાં જુવે છે, પોતાની મસ્તીમાં જીવે છે, તેને પાળી શકાતો નથી કે કાબુમાં રાખી શકાતો નથી. તેને પકડવામાં આવે, બાંધી રાખીને ભૂખે રાખવામાં આવે પરંતુ તેનામાં રહેલા જંગલના જુસ્સાને ઓછો કરી શકાતો નથી.

 તમિળનાડુના કારલ્સ હાથી બહુ ફેમસ છે. કેટલાંક લોકો હાથીને સાંકડી જગ્યા પર બંાધી રાખીને મહિનાઓ સુધી ફટકાર્યા બાદ પછી તે સાજો થાય એટલે કોઇ મંદિરને વેચી દે છે કે હાથી લઇને ભીખ માંગતા લોકોને  વેચી દે છે.

શું તમે કેરળના ટેમ્પલ એલિફન્ટ પરની કે રાજસ્થાનના અમર કિલ્લા પરની ફિલ્મ જોઇ છે? ના જોઇ હોય તો તે જુઓ. હાથીઓ પરના ્અત્યાચાર જોઇને તમે દ્રવી ઉઠશો. રણની ગરમીમાં મોટા ભાગના હાથીઓને પીઠ પર ટુરિસ્ટોને બેસાડીને કાચા રોડ પરથી કિલ્લા પર ચઢાવવામાં આવે છે. રોજ રાત્રે તેમના મહંત રાત્રે પીધેલા હોય છે અને વેલ્ડીંગ મશીનથી હાથીઓના પગનાં હાડકા બહાર દેખાય એ રીતે અત્યાચાર ગુજારે છે. ફિલ્મોમાં જે હાથી બતાવાય છે તે બે ત્રણ વર્ષમાં મોતને ભેટે છે. આ બધા યુવા ઉંમરના હોય છે.

કેરળમાં ૫૫૦ જેટલા હાથીઓ પર લોકોની માલિકીનો હક ધરાવે  છે. આવી રીતે પ્રાઇવેટ લોકો પાસેેના હાથીઓ પૈકી દર વર્ષે ૨૦૦થી વધુ હાથીઓ મોતને ભેટે છે. કેરળમાં ધાર્મિક વિધિ માટે જ્યારે તેમને મઠમાં લવાય છે ત્યારે જાડી સાંકળ સાથે મહિનાઓ સુધી બાંધી રાખવામાં આવે છે. ત્યારબાદ તેને ૪૮ કલાક સુધી ચાર પાંચ મહંતો દ્વારા મજબુત લાકડીઓથી  ફટકા મારવામાં આવે છે. એટલે જ્યારે તેને સાંકળથી મુક્ત કરાય ત્યારે તે માંદલો થઇ ગયો હોય. 

મંદિરની માલિકીના હાથી મોતને ભેટે છે ત્યારે કોઇ તેમને તેના મોતનું કારણ પૂછતું નથી. આજે પણ એેક ફિમેલ હાથીનું માથું તેના મહંતે છુંદી નાખ્યું છે. તે છુંદાયેલી હાલતમાં મંદિરમાં બાંધેલો છે. તે કણસી રહ્યો છે. કોઇ તેના બચાવ માટે આગળ નથી આવતું. જ્યારે મેં ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડનને પૂછ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે કેટલાક સમય પહેલાં અમે એક હાથીને બચાવ્યો હતો પરંતુ દર વખતે આવું કરી શકીએ નહીં. આવીજ સ્થિતિ કર્ણાટક અને તમિળનાડુમાં છે. કર્ણાટકના અને તમિળનાડુના મંદિરોમાં ૪૦ હાથીઓ છે. તેમની કોઇ કાળજી નથી રાખતું. તેમને બહાર બાંધી રાખવામાં આવે છે. તેમાંના મોટાભાગના ક્ષયરોગથી પીડાઇ રહ્યા છે.જો મંદિરવાળાઓ તેમને સાચવી શકતા નથી તેા લાવે છે શા માટે? હકીકત એ છે કે મંદિરના ઉત્સવો દરમ્યાન હાથીએાને આગળ ધરીને ભીખ માંગવામાં આવે છે. નથી તો તેમના માટે કોઇ ડોક્ટરો હોતા કે નથી તો કોઇ ફોરેસ્ટ ઓફિસરો ધ્યાન રાખી શકતા  કે નથી તો કોઇ એલિફન્ટ મેનેજમેન્ટ વાળા આવતા.

ઇન્સ્યોરન્સ માટે હાથીને મારી નાખવાની કામગીરી પણ થાય છે. જેમાં લગભગ એક  સરખા કારણો બતાવવામાં આવે છે. હાથીને કાટ ખાઇ ગયેલા ખીલા પર ચલાવવામાં આવે છે. જેથી તે ગેંગરીનનો ભોગ બને છે. ગેંગરીનનું કારણ બતાવીને વિમાના પૈસા લઇ શકાય છે . અથવા તો  તમે તને ભારે સાંકળો બાંધીને કૂવામાં ડૂબાડીને મારી નાખો તો પણ તેને હાથીનું ડૂબી જવાથી મોત જેવા કારણો આપીને વિમો પાસ કરાવી શકાય છે. શું હાથીઓનો ખાત્મો માત્ર મંદિરો વાળાજ બોલાવે છે? દિલ્હીમાં રોજ ૨૩ હાથીઓને ભાડે ફેરવવામાં આવતા હતા. તેમની પીઠની બંને બાજુ જાહેરાતોના મોટા પાટીયા લટકાવીને શેરીઓમાં ફેરવવામાં આવતા હતા.  રસ્તામાં આવતા પીપળાના ડાળખા તોડીને તે ખાતા રહેતા હતા. આ ૨૩ પૈકીના હવે છ હાથી બચ્યા છે. મોટા ભાગના વાહનોની ટક્કરથી મોતને ભેટયા છે. જે છ બચ્યા હતા તેમને રોડ પર નહીં ફેરવવા દિલ્હીની સરકારે ચાર વર્ષ પહેલાં આદેશ આપ્યો હતો. હાથીના માલિકો તેમને વિવિધ જગ્યાઓ પર ફેરવીને ભીખ માંગવા લાગ્યા હતા. આ ચારમાંથી બેને હેવી ટ્રકની ટક્કર વાગતાં એક સ્થળ પરજ મોતને ભેટયો હતો અને બીજો સખ્ત રીતે ઘવાયો હતો. તેનો માલિક ઇજાગ્રસ્તને કણસતો મુકીને ભાગી ગયો હતો. 

કણસતા હાથીને સેવાભાવી લોકોેએ મથુરા ખાતેના હાથીઓના સારવાર કેન્દ્રમાં દાખલ કરાવ્યો હતો. લાંબી સારવાર બાદ તે સાજો થઇ ગયો હતો. તે જેવો સાજો થયો કે તરતજ તેને છોડીને ભાગી ગયેલો માલિક તેનો દાવો કરવા લાગ્યો હતો. તેની પાસે હાથીની માલિકીના કોઇ દસ્તાવેજો ના હોવા છતાં હાથીને પાછો માંગવા લાગ્યો હતો. પેપર ના હોવાના કારણે તેને જેલમાં ધકેલી દેવો જોઇએ પરંતુ એવું કશું થયું નહોતું.

સર્કસમાં હાથીઓ રાખવા પર પ્રતિબંધ હોવા છતાં કેટલાંક તેને રાખે છે અને ગામે ગામ તેને સાથે ફેરવે છે. પ્રાણી સંગ્રહાલયો પર પણ હાથીને રાખવા પર પ્રતિબંધ છે. તેમ છતાં વિવિધ રાજ્યોના ૬૪ પ્રાણી સંગ્રહાલયો હાથીઓ પાછા આપવા તૈયાર નથી. ૨૦ વર્ષ પહેલાં હરિયાણામાં  હાથી રેસ્ક્યૂ સેન્ટર ખોલાયું હતું. આજે તે ખાલી પડી રહ્યું  છે. કેમકે સરકાર તે ચલાવવાના પૈસા ફાળવતું નથી.

હાથી ધરાવતા ૪૪ ટકા લોકો પાસે તેના માલિકીનું કોઇ સર્ટીફીકેટ નથી. હાથીઓના બચાવ માટે આશાના કિરણ સમાન સમાચાર એ છે કે હાથીઓનું વેચાણ થતું હતું તે બિહારના સોનપુર ખાતેના મેળામાં વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે. ઉત્તરાખંડની કોર્ટે હાથીઓના કોમર્શીયલ વપરાશ પર પ્રતિબંધ મુક્યો છે.

જો કે જંગલોમાં હાથીઓ સલામત નથી. માનવ વસાહતમાં રખડતા હાથીઓને ક્રૂર રીતે મારી નાખવામાં આવે છે. હાથીઓને ખેતરોમાં પ્રવેશતા  અટકાવવા માટે ઇલેક્ટ્રીક વાયર મુકાય છે. આ રીતે પૃથ્વી પરના સૌથી મોટા પ્રાણીનો જાન લેવાય છે. જંગલોમાં નખાતી રેલ્વે લાઇનો પર છેલ્લા દશ વર્ષમાં ૫૦૦ હાથીઓ કપાયા છે.હાથીઓના બચાવ માટે ઓછામાં ઓછા ૨૦ બચાવ કેન્દ્રો હોવા જોઇએ. હાથીઓની વસાહતના ૧૦૧ સેન્ટરો છે. ત્યાં તેમની સલામતી માટેની કોઇ વ્યવસ્થા નથી. ભારત પોતાના કરૂણાના ગુણ માટે ગૈારવ લઇ શકે છે. હાથીઓની સંખ્યા ઓછી થવા પાછળ માનવજાત જવાબદાર છે.જો આપણે હાથીઓ ગુમાવી દઇશું તો સાથે સાથે વૃક્ષોની ૧૦૦ વેરાઇટી પણ ગુમાવી દઇશું. આ વૃક્ષો હાથીઓની અગાર મારફતે પ્રસરતા હોય છે.  ભગવાન જાણે આપણે કેટલું ગુમાવીશું…આપણો આત્મા ક્યારે જાગશે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here