હાર્દિકની હાર:પેટાચૂંટણીમાં કોંગ્રેસની ભૂંડી હારઃ હાર્દિકના માથે ઠીકરું ફોડવા પક્ષના જૂનાજોગીઓની કવાયત

0
59
  • ચૂંટણીની જવાબદારી હાર્દિકે માથે લઈ લેતા કૉંગ્રેસના અનેક આગેવાનો દૂર રહ્યા હતા
  • હારનું ઠીકરું હાર્દિક પર ફોડીને કૉંગ્રેસના નેતાઓ હાર્દિકને કટ ટૂ સાઇઝ કરી દે તેવી શક્યતા

ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજય પાછળ કાર્યકારી પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલની આપખુદશાહી હોવાનું બહાર આવ્યું છે. કેમ કે આ ચૂંટણીમાં સ્ટાર પ્રચારક બની ગયેલા હાર્દિક પટેલથી કોંગ્રેસના સ્થાનિક અને સિનિયર આગેવાનો નારાજ થયા હોવાથી ચૂંટણીમાં કોંગ્રેસને પરાજયનો સામનો કરવો પડ્યો છે.

હાર્દિકના માથે હારનું ઠીકરું ફૂટશે
રાજ્યમાં વિધાનસભાની પેટાચૂંટણી પહેલા હાર્દિક પટેલને હાર્દિક પટેલને કાર્યકારી પ્રદેશ પ્રમુખ બનાવી દેવાના કારણે પક્ષમાં ભારે કચવાટ ઉભો થયો હતો. ત્યાર બાદ પેટાચૂંટણીમાં પણ કોંગ્રેસના સિનિયર નેતાઓ અને સ્થાનિક આગેવાનોને વિશ્વાસમાં લીધા વિના હાર્દિક પટેલે પ્રચારનો મોરચો સંભાળી લીધો. ખાસ કરીને ધારી અને મોરબી જેવી સીટ પર સૌથી વધુ પટેલ મતદારો ધરાવતી અને વિધાનસભાના વિપક્ષના નેતાના વિસ્તારોમાં પણ હાર્દિકે પોતાના માણસો ગોઠવીને પ્રચાર કર્યો હતો. એટલું જ નહીં ચૂંટણીની વ્યૂહ રચનામાં પણ હાર્દિકની જ મનમાની ચાલી હોવાથી કોંગ્રેસના અનેક નેતાઓ નારાજ થઈ ગયાં હતાં. આ કારણે જ કદાચ 2017માં આ પેટાચૂંટણીમાં જે બેઠકો કોંગ્રેસના હાથમાં હતી તે તમામ બેઠકો ગુમાવવાનો વારો આવ્યો હતો અને અંતે હારનું ઠીકરું હાર્દિક પટેલ પર ફોડીને તેને કટ ટુ સાઈઝ કરી દેવામાં આવે તેવી શક્યતાઓ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here