હું કશું ભૂલી નથી : કંગનાનો સ્વરાને ઉત્તર

0
85

– ‘એવોર્ડ વાપસ કર’ની માગણી : કંગનાનો જડબાતોડ જવાબ

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા અંગે પોતે કરેલા દાવાને પૂરવાર કરવામાં નિષ્ફળ જશે તો પદ્મશ્રી એવોર્ડ સરકારને પાછો આપી દઇશ, એવું અભિનેત્રી કંગના રનૌતે રાજપૂતનામોત પછી બોલીવૂડમાં શરૃ થયેલી ઇનસાઇડ વિરૃદ્ધ આઉટસાઇડરની ચર્ચા વેળા જણાવ્યુ ંહતું. હવે તેણે એવોર્ડ આપવાની વાત ફરીવાર દોહરાવી છે.

કંગનાની ટીમે તેનો વિડિયો સોશિયલ મીડિયા પર ફરી રિલિઝ કરી રાજપૂતના મોત અંગે પોતાના પ્રત્યાઘાત વ્યક્ત કર્યા હતા. આ વીડિયોમાં કંગનાએ બોલીવૂડમાં નેપોટિઝમ અંગે ઘણાં લોકો પર આક્ષેપો પણ કર્યા હતા. અને તેણે એમ પણ જણાવ્યું હતું કે સુશાંત સિંહે સફળ ફિલ્મો આપી હોવા છતાં ઇન્ડસ્ટ્રીમાં તેની કેવી અવગણના કરવામાં આવી હતી. સેલેબ પર આંખો મીચીને આઇટેમો લખતા પત્રકારોને પણ કંગનાએ ઠપકાર્યા હતા. આમાં તેણે એમ પણ જણાવ્યુ ંહતું કે સુશાંત સિંહ રાજપૂતની ‘આત્મહત્યા નહીં, પણ આયોજનબદ્ધ હત્યા’ છે.

હવે જ્યારે એઆઇઆઇએમએસ દ્વારા અભિનેતા સુશાંત સિંહના મોત અંગે હત્યાની શક્યતા નકારી કાઢી છે ત્યારે ટ્વીટર પર કંગના એવોર્ડવાપસ કર ઝુંબેશ વેગવંતી બની છે અને લોકોમાં આ ઝુંબેશ સૌથી ઉંચે પહોંચી ગઇ છે.

કંગના પર આડકતરો પ્રહાર કરતાં અભિનેત્રી સ્વરા ભાસ્કરે ટ્વિટર પર જણાવ્યું છે કે ‘હાય, હવે સીબીઆઇ અને ‘એમ્સ’ એમ બંનેએ એવું તારણ કાઢ્યું છે કે સુશાંત સિંહ રાજપૂતનું નિધન એ હત્યા  નહીં, પણ આત્મહત્યા જ છે. કેટલાંક લોકોએ એવોર્ડ પાછી આપવાની વાત કહી હતી.

કંગનાએ ટ્વિટર શરૃ થયેલા હલ્લાબોલની સામે તેનો પોતાનો એ જ વીડિયો ફરી હેશટેગ કર્યો છે, જેમાં તેણે જણાવ્યું છે કે ‘આ છે મારો ઇન્ટરવ્યૂ, જો મારી યાદશક્તિ નબળી હોય તો ફરી જોઇ લો. જો હું એક પણ આરોપ ખોટા લગાવતી હોઉ તો મારા પોતાના તમામ એવોર્ડ પાછા આપી દઇશ. આ એક ક્ષત્રિયનું વચન છે. હું રામભક્ત છું, પ્રાણ જાય, પણ વચન નહીં જાય, જય શ્રી રામ કંગના એવોર્ડ વાપસ કર.

ગયા અઠવાડિયે, ‘એમ્સે’ રાજપૂતના મોતને હત્યા સરખાવતા અહેવાલ નકારી કાઢ્યા એ પછી કંગનાએ પોતાના પ્રત્યાઘાત આપ્યા હતા, જેમાં તેણે જણાવ્યું હતું કે અભિનેતાને એવો ડરાવી દેવામાં આવ્યો હતો કે તેના પર તેના જાનનું જોખમ છે,’ એવું તે અનુભવવા લાગ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here