હુકમથી / સુપ્રીમનો ગુજરાત સરકારને ઝટકો, કામદારોને ઓવર ટાઈમ ચૂકવવામાંથી મુક્તિ આપતું જાહેરનામું કર્યુ રદ્દ

0
111

કોરોનાની મહામારીને લઈને લોકડાઉનની શ્રમીકો અને કારખાના ફેકટરીમાં કામ કરતાં મજૂરોને સૌથી વધુ અસર થઈ છે. ત્યારે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની મુશ્કેલીમાં વધારો કર્યો છે. સુપ્રીમ કોર્ટે ગુજરાતના મુખ્યમંત્રીને મોટો ઝટકો આપ્યો છે. ફેક્ટરીમાં મજૂરી ચુકવ્યા વગર ઓવરટાઈમ કરાવાને લઈને કોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે.

  • કોરોના સંકટ અને લોકડાઉનને કારણે દેશના મોટાભાગના ઉદ્યોગો સંપૂર્ણપણે બંધ
  • મજૂરોના મહેનતાણાનો પ્રશ્ન પહોંચ્યો સુપ્રીમમાં
  • શું કહે છે સુપ્રીમ અને ફેક્ટરી લો

સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને ફેક્ટરી લો અંતર્ગત કમાદારોનું દર કલાક દીઠ મહેનતાણું નક્કી કરી તે મુજબ ઓવરટાઈમ ચુકવવાનો આદેશ કર્યો છે. તેમને કલાક દીઠ અથવા ફીક્સ દરે મહેનતાણું ચુકવવા તાકીદ કરી છે. 

શું કહ્યું સુપ્રીમે?

સુપ્રીમ કોર્ટની જસ્ટિસ ડી વાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ખંડપીઠે જણાવ્યું હતુ કે, મહામારીની ઈમરજન્સીમાં કાયદાનો ભંગ ન કરી શકાય અને મહામારીને આંતરિક કટોકટી કહી આ રીતે વગર મહેનતાણે કામ કરાવવું યોગ્ય નથી. દરેક કાયદાનું પાલન થવું જ જોઈએ. તેમણે ઉમેર્યું કે મહામારીમાં અર્થતંત્રમાં આવેલી મંદીનો આખો ભાર એકલા કામદારો પર મૂકી ન શકાય. 

જસ્ટિસ ડી વાય ચંદ્રચુડની આગેવાની વાળી સુપ્રીમ કોર્ટની બેંચને રોગચાળો કહેવાશે નહીં કે રાષ્ટ્રની સુરક્ષાને ધમકી આપતી આંતરિક કટોકટી કહી શકાશે અને તેથી કાયદાની આવશ્યકતાઓને દૂર કરવા માટેનું એક કારણ. સુપ્રીમ કોર્ટનો ચુકાદાને મહત્ત્વનો છે કારણ કે આ મહામારીમાં ઘણા રાજ્યોમાં ફેક્ટરીઓમાં કામદારો પાસેથી ઓવરટાઈમ કરાવવામાં આવી રહ્યો છે એટલું નહી પરંતુ ઘણાને કામમાંથી પણ છુટા કરવામાં આવ્યા છે.

શું છે મામલો?

કોરોના સંકટ અને લોકડાઉનને કારણે દેશના મોટાભાગના ઉદ્યોગો સંપૂર્ણપણે બંધ હતા. પરંતુ ઓદ્યોગિક ક્ષેત્રોને પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકાર વતી ઉત્તર પ્રદેશ, ગુજરાત અને મધ્યપ્રદેશમાં મજૂર કાયદાઓમાં છૂટછાટ આપવામાં આવી છે. જેમાં માલિકો દ્વારા વધુ કામ કરાવીને મજૂર ન ચુકવાતા આ મામલો સુપ્રીમમાં પહોંચ્યો છે. 

હવે આ નિર્ણયો સામે સુપ્રીમ કોર્ટમાં કેસ પહોંચ્યો છે. પંકજ યાદવે એક પીઆઈએલ દ્વારા સુપ્રીમ કોર્ટને રાજ્ય સરકારના આ વટહુકમો રદ કરીને મજૂર કાયદાને જાળવી રાખવા માંગ કરી છે. રાજ્ય સરકારોએ ફેક્ટરી એક્ટમાં સુધારો કરીને કામદારોના મૂળભૂત અધિકારનો ભંગ કરવાનો પ્રયાસ કર્યો છે. આઠ કલાકને બદલે બાર કલાક કામ કરાવવું અને સૌથી ઓછા વેતનથી પણ વંચિત રહેવું એ માનવાધિકારનું ઉલ્લંઘન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here