હેપ્પી દિવાળી:અરોમા થેરપી કેન્ડલ્સ એસેન્શિયલ ઓઈલ્સ મિક્સ કરીને બને છે, તે મૂડ ફિલ્ટર્સ હોય છે, તેનાથી રેસ્પિરેટ્રી સિસ્ટમને પણ કોઈ નુકસાન થતું નથી

0
128

હજારો વર્ષોથી લોકો દિવાળીના તહેવારે કેન્ડલ્સનો ઉપયોગ કરી રહ્યા છે. હવે તેનો ઉપયોગ વીજળીના ઓપ્શનમાં નહિ પણ અન્ય ઘણા કામમાં પણ થાય છે. કેન્ડલને એસેન્શિયલ ઓઈલ્સની સાથે પ્રગટાવવામાં આવે છે જેની ખુશ્બુ વાતાવરણમાં નવી ઉર્જા ભરી દે છે.

આવી રીતે તૈયાર થાય છે
અરોમા થેરપી કેન્ડલ્સમાં મુખ્ય ત્રણ વસ્તુઓ હોય છે, વિક, વેક્સ અને એસેન્શિયલ ઓઈલ. વિક કેન્ડલમાં વચ્ચેના ભાગે નીચેથી ઉપરની તરફ હોય છે અને તેને જ પ્રગટાવવામાં આવે છે. એસેન્શિયલ ઓઈલનો માત્ર અરોમા થેરપી કેન્ડલ્સમાં જ ઉપયોગ થાય છે. તેમાં અલગ-અલગ ઓઈલ વાપરવામાં આવે છે અબે દરેક તેલની અસર પણ અલગ હોય છે. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે દરેક કેન્ડલ સેફ હોતી નથી અને તે નેચરલ રીતે પણ તૈયાર થતી નથી.

નેચરલ કે ઓર્ગેનિક કેન્ડલ કેમ સારી?
નેચરલ અરોમા કેન્ડલ થોડી મોંઘી હોઈ શકે છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે સારી છે. તે મૂડ લિફ્ટર્સ હોય છે અને રેસ્પિરેટ્રી સિસ્ટમને પણ કોઈ નુકસાન પહોંચાડતી નથી. કેન્ડલ બનાવવા માટે નકલી વેક્સ પ્રોડક્ટ્સનો ઉપયોગ પણ થાય છે. આ કેન્ડલ પ્રગટે છે તો તેની સાથે ઝેરીલા પદાર્થો વાતાવરણમાં છોડે છે.

સૂટ: તે કાળા રંગનો પાઉડર હોય છે જે સળગતી કેન્ડલની ઉપરની સીલિંગ પર જમા થાય છે. તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. રિસર્ચ પ્રમાણે પેટ્રોલિયમ વેક્સ નેચરલ વેક્સની સરખામણીમાં 100 ગણો વધારે સૂટ વાતાવરણમાં છોડે છે.

વિક: કોટન વિક સૌથી યોગ્ય છે. અન્ય વિકમાં લેડ અને ઝિંક હોય છે. જો પ્યોર કોટનની વિક ના મળે તો હેમ્પ વિક લઇ શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here