હેલ્થ ટિપ્સ / આ એક વસ્તુ ઉમેરો તમારા ડાયેટમાં, વજન ઉતારવાથી માનસિક તાણમાં મળશે રાહત

0
74

તકમરિયાંના નામે ઓળખાતાં બીજ વાસ્તવમાં તુલસીનાં બીજ છે. ઘરઆંગણે ઉગાડવામાં આવતી તુલસીને ‘હોલી બેસીલ’ કહેવામાં આવે છે, જ્યારે તકમરિયાંનાં બીજવાળી તુલસીને ‘મીઠી તુલસી’ના નામે જાણીએ છીએ. પૌષ્ટિક્તાનો ખજાનો ધરાવતાં તકમરિયાંનો ઉપયોગ કરવાથી વ્યક્તિને માનસિક તથા શારીરિક ફાયદો થાય છે.

  • શરીરને ઠંડક આપે છે તકમરિયા
  • ગરમીમાં મોટા પ્રમાણમાં ઉપયોગ
  • ડિપ્રેશન કે હતાશાથી થશો દુર

તકમરિયાંનાં બીજનો ઉપયોગ કરતાં પહેલાં તેને લગભગ અડધો કલાક પાણીમાં પલાળી રાખવાં પડે છે. ફાલુદા-આઈસક્રીમ, લીંબુના શરબતમાં કે દૂધ કોલ્ડ ડ્રિંકમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. ફાલુદામાં તેનો વપરાશ મોટા પ્રમાણમાં થતો હોવાથી તેને ફાલુદાનાં બીજ પણ કહેવામાં આવે છે.

તકમરિયાંનાં બીજમાં પ્રોટીન-ફાઈબર, વિટામિન-એ, વિટામિન-કે, કાર્બોહાઈડ્રેટ, ઓમેગા-૩ ફેટી એ‌િસડ તથા મિનરલ્સની માત્રા પ્રચુર પ્રમાણમાં હોવાથી તે શરીરને ઠંડક આપે છે. તેથી તેનો ઉપયોગ ગરમીમાં મોટા પ્રમાણમાં થતો જોવા મળે છે.

માનસિક તાણમાં ગુણકારી
સતત કામના કારણે મગજ થાકી જાય છે. અનેક લોકો ડિપ્રેશન કે હતાશાનો શિકાર બનવા લાગે ત્યારે તકમરિયાંનાં બીજનો ઉપયોગ કરવાથી મગજ ઠંડક અનુભવે છે. માથાનો દુખાવો દૂર કરવામાં પણ તેનો ઉપયોગ થાય છે.

વજન નિયંત્રણ રાખવામાં ઉપયોગી
તકમરિયાંમાં ફાઈબરની માત્રા ભરપૂર પ્રમાણમાં સમાયેલી છે. આથી તેનો ઉપયોગ આહારમાં કરવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. પેટ ભરાયેલું લાગે છે. વારંવાર ખાવાની ઈચ્છા ઘટે છે. આમ, વજન ઉતારવા માટેનો એક તંદુરસ્ત ઉપાય ગણાય છે. 

છાતીમાં બળતરાને રોકે છે
મસાલેદાર ખોરાકને ગ્રહણ કરવાથી છાતીમાં બળતરા થાય છે, જેના કારણે ખાટા ઓડકાર, પેટમાં બળતરા થવા લાગે છે. તે એ‌િસડ થતો રોકવામાં મદદ કરે છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક
ટાઈપ-ટુ ડાયાબિટીસના દર્દી માટે તકમરિયાંનો ઉપયોગ ફાયદાકારક ગણાય છે. મેટાબોલિઝમની પ્રક્રિયા ધીમી કરી કાર્બ્સને ગ્લુકોઝમાં બદલતી પ્રક્રિયાને તે નિયંત્રણમાં રાખે છે.


 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here