પનીરનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. જ્યારે સ્વાદ મામલામાં પનીર ટિક્કા લોકોને ખૂબ પસંદ હોય છે. તેનો સ્પાઇસી સ્વાદ દરેક લોકોને ખૂબ પસંદ આવે છે. જે બનાવવું ખૂબ સહેલું છે. તો આવો જાણીએ કેવી રીતે બનાવાય સ્વાદિષ્ટ પનીર ટિક્કા…

બનાવવાની રીત
પનીર ટિક્કા બનાવવા માટે સૌથી પહેલા આપણે તેનો મસાલો તૈયાર કરીશું એક બાઉલમાં દહીં, આદુ લસણની પેસ્ટ, મીઠું સંચળ, લાલ મરચું અને ગરમ મસાલો પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે પનીર, કેપ્સિકમ અને ડુંગળીને ટૂકડામાં સમારી લો. આ ક્યૂબ્સને દહીં વાળા મિશ્રણમાં ઉમેરી લો અને મિક્સ કરો. મસાલા લાગેલા પનીરને અડધા કલાક માટે મેરિનેટ થવા માટે રાખી દો. જેથી મસાલા બરાબર પનીરમાં મિક્સ થઇ જાય. તે બાદ મીડિયમ આંચમાં નોનસ્ટિક પેનમાં તેલ ઉમેરી ગરમ કરવા માટે રાખો. પનીર ક્યૂબ્સને ટૂથપિક માં લગાવીને પેન પર રાખીને શેકી લો. વચ્ચે-વચ્ચે તેને બન્ને બાજુ પલટીને શેકવું. જ્યારે તેનો રંગ આછો બ્રાઉન રંગનો થાય તો પનીર ટિક્કા પ્લેટમાં નીકાળી લો. તૈયાર છે સ્પાઇસી પનીર ટિક્કા.. જેને તમે લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો.