હોમ આઇસોલેશનનો ભંગ કરી બહાર નીકળનારાઓની ખેર નથી, AMCએ લીધો મોટો નિર્ણય

0
39

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને કોરોના સંક્રમણને રોકવા માટે હોમ આઇસોલેશનનો કડક અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનને ધ્યાને આવ્યું છે કે, કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓને હોમ આઇસોલેશનમાં રખાય છે પછી ટેસ્ટ કે સીટી સ્કેન કરવાના બ્હાને કેટલાંક દર્દીઓ ઘરની બહાર નીકળી રહ્યાં છે જેથી તેના કારણે સંક્રમણ અન્યને થવાનો ખતરો ઉભો થયો છે. આમ ટેસ્ટ કે અન્ય બહાના હેઠળ હોમ આઇસોલેશનનો ભંગ દર્દી કરશે તો તેને કોવિડ કેર સેન્ટરમાં ટ્રાન્સફર કરાશે થવા તો તેમની સામે પોલીસ કેસ સુધીની કાર્યવાહી કરાશે.

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા હોમ આઇસોલેશન અને ટેસ્ટિંગ અંગે ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિ.એ જણાવ્યું હતુ કે, હાલમાં ધ્યાને આવ્યું છે કે, હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓ સ્વયંભૂ કે પછી તબીબી સલાહ લઇને ટેસ્ટ કરાવવા વારંવાર જાય છે. તે માટે તેઓ હોમ આઇસોલેશનના નિયમો તોડે છે અને અન્યને ચેપ લાગે તેવો ખતરો ઉભો કરી રહ્યાં છે. આવા સંજોગોમાં ઇમેજિંગ સેન્ટર ખાતે એસીમ્પટોમેટિક દર્દી આવે તો સીટી સ્કેન ન કરવા તેમજ સેન્ટરમાં આવતાં શંકાસ્પદ દર્દીઓથી સોશિયલ ડિસ્ટેન્સિંગ રાખવા અને સેનીટાઇઝેશનની કામગીરી અચૂક રાખવા માટે સુચના આપવામાં આવી છે. ટેસ્ટના નામે હોમ આઇસોલેશનનો ભંગ કરનારા દર્દીઓ સામે મ્યુનિ.એ કડક પગલા ભરવાની ચેતવણી આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here