હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતા જ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસને લઇ આપ્યું મોટું નિવેદન

0
81

કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ અમેરિકાના વોલ્ટર રીડ મેડિકલ સેન્ટરમાં સારવાર કરી રહેલા યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને હવે ફરીથી વ્હાઇટ હાઉસમાં શિફ્ટ કરી દેવાયા છે. ટ્રમ્પે ખુદ તેની માહિતી ટ્વીટ કરીને આપી છે. રોયટર્સના મતે ડોનાલ્ડ ટ્રમ્પ હજી સંપૂર્ણપણે કોવિડથી મુકત થયા નથી પરંતુ તેમની તબિયત સુધર્યા બાદ તેમને વ્હાઇટ હાઉસમાં શિફ્ટ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

રિપોર્ટસના મતે ટ્રમ્પને સાંજે લગભગ સાડા છ વાગ્યે વોલ્ટર રીડ મેડિકલ સેન્ટરથી વ્હાઇટ હાઉસ શિફ્ટ કરાયા છે. ડૉકટર્સનું કહેવું કે હજી તેઓ સંપૂર્ણ કોવિડ સંક્રમણથી મુકત થયા નથી પરંતુ તબિયતમાં સુધારો આવ્યા બાદ તેમને વ્હાઇટ હાઉસમાં શિફ્ટ કરવાની મંજૂરી અપાઇ છે. ટ્રમ્પનું ઑક્સિજન લેવલ હવે નોર્મલ છે અને તેમને રેમડેસિવીરનો પાંચમો ડોઝ હવે વ્હાઇટ હાઉસમાં જ અપાશે.

ટ્રમ્પે ટ્વીટ કરી કહ્યું- કોરોનાથી ડરવાની જરૂર નથી, હવે સારું મહેસૂસ કરી રહ્યો છું

આની પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરતાં કહ્યું કે તેઓ સાંજે 6.30 વાગ્યે વ્હાઇટ હાઉસ માટે નીકળશે. ટ્રમ્પે પોતાની ટ્વીટમાં લખ્યું હતું કે હું આજે સાંજે 6.30 વગ્યે ગ્રેટ વોલ્ટર રીડ મેડિકલ સેન્ટરથી નીકળીશ. હું સારું મહેસૂસ કરી રહ્યો છું. કોરોનાથી ડરવાની જરૂર નથી અને તમે તેને પોતાના જીવન પર હાવી ના થવા દો. અમે અમારા શાસન દરમ્યાન કેટલીક સારી દવાઓ અને માહિતીઓ વિકસિત કરી છે. હું 20 વર્ષ પહેલાં જેવું મહેસૂસ કરતો હતો, તેના કરતાં પણ સારું મહેસૂસ કરી રહ્યો છું.

15 ઑક્ટોબરના રોજ ફરી પ્રેસિડેન્શિયલ ડિબેટ

આપને જણાવી દઇએ કે ટ્રમ્પ એવા સમયે કોવિડથી સંક્રમિત થયા છે જ્યારે તેમને અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણી માટે પ્રચાર અભિયાનમાં ભાગ લેવાનો છે. તાજેતરમાં ટ્રમ્પ એક પ્રેસિડેન્શિયલ ડિબેટમાં સામેલ થયા હતા. ટ્રમ્પના ઇલેકશન કેમ્પેઇનના પ્રવકતાના મતે વ્હાઇટ હાઉસમાં દેખભાળ બાદ ટ્રમ્પ હવે 15 ઑક્ટોબરના રોજ મિયામીમાં ફરીથી ડિબેટમાં સામેલ થવા માટે જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here