૯૦૩૬ લેગો દ્વારા રોમન એમ્ફિ થિયેટરનું કોલોઝિયમ તૈયાર કરવામાં આવ્યું

0
79

ગેમ અને ટોય કંપની લેગોએ ૯,૦૩૬ પીસનાં સેટ સાથેનું રોમન કોલોઝિયમનું મોડલ તૈયાર કર્યું છે. જે મોડલને તૈયાર કરતા ૨ અઠવાડિયાનો સમય લાગે છે, જે તૈયાર થયા બાદ ૧૦.૫ ફીટની હાઇટ, ૨૦.૫ ફીટ પહોળુ અને ૨૩.૫ ફીટનાં વ્યાસનું બને છે, તેની આ ખાસિયતને લીધે તે વિશ્વનું સૌથી મોટું મેકિંગ ટોય સેટ બન્યું છે. આ ટોય સ્ટ્રક્ચરનાં બ્રીક મોડેલનાં કોલોઝિયમમાં ડોરિક, લોનિક અને કોરિન્થિયન સ્ટાઇલનાં કોલમ્સ જોવા મળે છે. જોકે આ ટોયનાં ડિઝાઇનર રોક જગાલિન કોબે કહે છે કે, આ આઇકોનિક એમ્ફિથિયેટરનું લેગો સંસ્કરણ દરેક પ્રકારથી ઐતિહાસિકરૂપે પરફેક્ટ નથી. પણ લોકો આ ટોય સ્ટ્રક્ચરને જોઈને રિયલ સ્ટ્રક્ચર અંગે જાણવા ઉત્સુક જરૂરથી થશે. ૨૦૦૦ વર્ષ જુના લેન્ડમાર્કને ડિટેઇલમાં પ્રસ્તુત કરવા માટે ત્રણ શેડ્ઝની બ્રિક્સ જુદા જુદા કોલમ્સમાં સેટ કરવામાં આવી છે. આ સ્ટ્રક્ચર લેન્ડસ્કેપિંગ અને તેનાં ફીચર્સમાં રિયલ સ્ટ્રક્ચર્સની ડિટેઈલ્સ સાથે આવશે. આ લેગો કોલોઝિયમ ૨૭ નવેમ્બર બ્લેક ફ્રાઇડેનાં રોજ લોન્ચ કરવામાં આવશે.

રોમન કોલોઝિયમનાં રિયલ સ્ટ્રક્ચર અંગે જાણવા લોકો ઉત્સુક થાય તે અર્થે તેનું ટોય સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here