2020માં પ્રાદેશિક ગ્રામીણ બેન્કોને રૂપિયા 2206 કરોડની ચોખ્ખી ખોટ

0
71

નાબાર્ડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા આંકડા મુજબ પ્રાદેશિક ગ્રામીણ બેન્કો (ઇઇમ્)એ ૩૧ માર્ચ, ૨૦૨૦ના અંતે રૂ. ૨૨૦૬ કરોડની ચોખ્ખી ખોટ કરી હતી જ્યારે નાણાકીય વર્ષ ૨૦૧૯માં તેની ચોખ્ખી ખોટ ફક્ત ૬૫૨ કરોડ હતી. નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં ૨૬ પ્રાદેશિક ગ્રામીણ બેન્કોએ રૂ. ૨૨૦૩ કરોડનો નફો કર્યો હતો અને ૧૯ બેન્કોએ રૂ. ૪૪૦૯ કરોડની ખોટ કરી હતી. ૩૧ માર્ચ ૨૦૨૦નાં અંતે દેશનાં ૨૬ રાજ્યો અને ૩ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ૬૮૫ જિલ્લામાં ૪૫ પ્રાદેશિક ગ્રામીણ બેન્કો કાર્ય કરતી હતી. જેને ૧૫ કોર્મિશયલ બેન્કો દ્વારા સ્પોન્સર્ડ કરાઈ હતી. જે ૨૧૮૫૦ શાખાઓનું નેટવર્ક ધરાવે છે.

કુલ એનપીએ ૧૦.૪ ટકા

૩૧ માર્ચ ૨૦૨૦ના રોજ પ્રાદેશિક ગ્રામીણ બેન્કોની કુલ નોન પરફોર્મિંગ એસેટ્સ (NPA) તેની કુલ બાકી લોનની વસૂલાતનાં ૧૦.૪ ટકા નોંધાઈ હતી જે અગાઉનાં વર્ષે ૧૦.૮ ટકા હતી. માર્ચ ૨૦૨૦નાં અંતે સ્ટાન્ડર્ડ, નોન સ્ટાન્ડર્ડ, શકમંદ અને ખોટ ખાધેલી મિલકતોનું પ્રમાણ અનુક્રમે ૮૯.૬ ટકા, ૩.૬ ટકા, ૬.૫ ટકા અને ૦.૩ ટકા હતું. ૧૮ બેન્કોનું કુલ NPA ૧૦ ટકાથી વધુ હતું.

બિઝનેસમાં ૮.૬ ટકાનો ગ્રોથ

પ્રાદેશિક ગ્રામીણ બેન્કોએ તેમનાં બિઝનેસમાં નાણાકીય વર્ષ ૨૦૨૦માં ૮.૬ ટકાનો ગ્રોથ દર્શાવ્યો હતો. જ્યારે અગાઉનાં વર્ષે ગ્રોથ રેટ ૯.૫ ટકા હતો. ૩૧ માર્ચ ૨૦૨૦નાં રોજ ઇઇમ્નો કુલ બિઝનેસ રૂ. ૭.૭૭ લાખ કરોડ નોંધાયો હતો.

પ્રાયોરિટી સેક્ટરને ૯૦.૬ ટકા ધિરાણ । બેન્કો દ્વારા પ્રાયોરિટી સેક્ટરને આપવામાં આવેલી લોનનું પ્રમાણ ૯૦.૬ ટકા હતું જે કુલ બાકી વસૂલાતની લોનનાં ૨.૭૦ લાખ કરોડ થવા જાય છે. કુલ બાકી લોનમાં કૃષિ સેક્ટરનો હિસ્સો ૭૦ ટકા અને MSME સેક્ટરનો હિસ્સો ૧૨ ટકા હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here