2050 સુધીમાં ભારતની ઈકોનોમી દુનિયામાં ત્રીજા નંબરે પહોંચશે

0
98

2050 સુધીમાં ભારત જાપાનને પાછળ છોડીને દુનિયાની ત્રીજા નંબરની ઈકોનોમી બની જશે તેવો દાવો એક અભ્યાસમાં કરવામાં આવ્યો છે.

લેનસન્ટ મેડિકલ જર્નલમાં છપાયેલા આ સંશોધનમાં દુનિયામાં કામ કરી શકે તેવી વયજૂથમાં આવતા લોકોની વસતી અંગે સ્ટડી કરવામાં આવ્યો હતો.2017માં ભારતની ઈકોનોમી દુનિયામાં સાતમા નંબરે અને હાલમાં પાંચમા ક્રમે છે.2030માં ભારત દુનિયાની સૌથી મોટી ચોથા ક્રમની ઈકોનોમી બની જશે.ભારત કરતા અમેરિકા, ચીન અને જાપાન જ આગળ હશે.

કેન્દ્ર સરકારનુ પણ આ જ પ્રકારનુ અનુમાન છે કે, 2047 સુધીમાં ભારતની ઈકોનોમી દુનિયામાં ત્રીજા નંબરે હશે.જોકે કોરોના વાયરસના ઈકોનોમી પરના પ્રભાવના કારણે આ અનુમાન પર સવાલો ઉઠી શકે છે.હવે તો 2025 સુધીમાં ભારત માટે પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનવાના લક્ષ્ય પર પણ શંકા છે.

આ સ્ટડીમાં કહેવાયુ છે કે, 2100 સુધીમાં દુનિયામાં સૌથી વધુ કામ કરનારા લોકોની વસતી ભારત પાસે હશે.એ પછી નાઈજીરિયા ,અમેરિકા અને ચીનનો ક્રમ હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here