મુંબઈ હાઈકોર્ટે રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીને જામીન આપવાનો ઇનકાર કરી દીધો છે. શનિવારે બોમ્બે હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે, અર્નબ બેલ માટે સેશન્સ કોર્ટમાં જઈ શકે છે. આ માટે, તેઓએ નિયત સમયમાં અપીલ કરવી પડશે.
એક ડિઝાઇનર અને તેની માતાને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાના આરોપમાં અર્નબની મુંબઈ પોલીસે નવેમ્બર 4ના રોજ ધરપકડ કરી હતી.
રાજ્યપાલે અર્નબની સુરક્ષા અંગે ગૃહમંત્રી સાથે વાત કરી
મહારાષ્ટ્ર રાજભવન તરફથી એક નિવેદન આવ્યું છે કે અર્નબના મામલે રાજ્યપાલ બી.એસ. કોશ્યારીએ ગૃહમંત્રી અનિલ દેશમુખ સાથે વાત કરી છે. રાજ્યપાલે અર્નબની સુરક્ષા અને આરોગ્ય અંગે ચિંતા વ્યક્ત કરી. તે જ સમયે, તેમણે ગૃહમંત્રીને કહ્યું કે, અર્નબના પરિવારને તેમની સાથે મળવા અને વાત કરવાની છૂટ આપવામાં આવે.
પોલીસે કહ્યું- અર્નબે જ્યુડિશિયલ કસ્ટડીમાં પણ ફોનનો ઉપયોગ કર્યો
રાયગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટે અર્નબને 18 નવેમ્બર સુધીમાં ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. ત્યારબાદ તેને શનિવારની રાત સુધી અલીબાગની એક શાળામાં ક્વોરેન્ટાઇન સેન્ટર (અસ્થાયી જેલ)માં રાખવામાં આવ્યો હતો. રવિવારે સવારે તેને તલોજા જેલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે કહ્યું હતું કે જ્યુડિશિયલ કસ્ટડીમાં હોવા છતાં અર્નબ મોબાઇલ ફોનનો ઉપયોગ કરી રહ્યા હતા અને ન્યાયિક કસ્ટડી હોવા છતાં સોશિયલ મીડિયા પર સક્રિય હતો.
અર્નબનો દાવો- પોલીસ ટોર્ચર કરી રહી
તલોજા જેલમાં જતાં સમયે અર્નબે કહ્યું કે તેના જીવને જોખમ છે. તેમને વકીલ સાથે વાત કરવા દેવામાં આવી રહી નથી. કસ્ટડીમાં તેમને ત્રાસ આપવામાં આવી રહ્યો છે. શનિવારે અર્નબના વકીલે હાઈકોર્ટમાં સ્પ્લીમેન્ટ્રી અરજી કરી હતી. જેમાં અર્નબે દાવો કર્યો હતો કે પોલીસે તેને જૂતા વડે માર માર્યો અને તેમને પાણી પીવા પણ દીધું ન હતું.
અર્નબ પર આરોપ- માતા-પુત્રને આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યા
મુંબઈમાં ઈન્ટીરિયર ડિઝાઇનર અન્વય નાયક અને તેની માતા કુમુદીનીએ મે 2018માં આત્મહત્યા કરી હતી. સુસાઇડ નોટમાં અર્નબ સહિત 3 લોકો પર આરોપ લગાવ્યો હતો. સુસાઇડ નોટ મુજબ અર્નબ અને અન્ય આરોપીઓએ નાયકને એક અલગ-અલગ પ્રોજેક્ટ માટે ડિઝાઇનર રાખ્યો હતો, પરંતુ આશરે 5.40 કરોડ રૂપિયાનું પેમેન્ટ ચૂકવ્યું ન હતું. જેના કારણે અન્વયની આર્થિક સ્થિતિ કથળી અને તે . નાયકે રિપબ્લિક ટીવીનો સ્ટુડિયો બનાવ્યો. નાયકે રિપબ્લિક ટીવીનો સ્ટુડિયો તૈયાર કર્યો હતો.