78 વરસના અમિતાભ બચ્ચન સૌેથી વ્યસ્ત પીઢ અભિનેતા

0
86

– તેમની પાસે ટીવી શો, ફિલ્મો, એન્ડોર્સમેન્ટસની હારમાળા

પીઢ અભિનેતા અમિતાભ બચ્ચન ૭૮ વરસની વયે પણ સતત કામ કરી રહ્યા છે. તેમના કરતા યુવાન કલાકારો કરતા પણ તેમની પાસે વધુ પ્રોજેક્ટસ છે. ત્રણ અઠવાડિયા સુધી કોરોના સામે જંગ લડયા પછી અમિતાભ ફરી શૂટિંગમાં વ્યસ્ત થિ ગયા છે. 

હાલ તેઓ કેબીસીના શૂટિંગમાં વ્યસ્ત છે. આ પછી નવેમ્બરમાં તેઓ એકશન ફેન્ટસી એડવેનચર ફિલ્મ બ્રહ્માશ્ત્રના શૂટિંગમા ંજોડાવાના છે. જેમાં તેમની સાથે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ કામ કરી રહ્યા છે. જોકે આ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ પુરુ થઇ ગયું છે અને હવે ફક્ત પેચવર્ક જ બાકી છે જે અઠવાડિયામાં પુરુ થઇ જશેય 

આ પછી તેમની પ્રભાસ અન ેદીપિકા પદુકોણ સાથેની ફિલ્મની ઘોષણા થઇ ગઇ છે. જેનું શૂટિંગ ૨૦૨૧ના શરૂ કરવામા ંઆવવાનું છે. આ ફિલ્મમાં પણ તેમનું મહત્વનું પાત્ર છે. આ માટે તેમણે એક સાથે તારીખ પણ આપી દીધી છે. 

આ પછી તેઓ વિકાસ બહેલની આવનારી એક કોમેડી ફિલ્મ ડેડલીમાં કામ કરવાના છે. એમા ંતેમની સાથે ટોચની અભિનેત્રી કામ કરવાની છે. 

છેલ્લા થોડા મહિનામાં અમિતાભે પોતાની બે ફિલ્મનું ડબિંગ પુરુ ર્યું છે. ઉપરાંત તે નાગરાજ મંઝુલની ફિલ્મ ઝુડમાં પણ ફૂટબોલના કોચ કરીકે કામ કરી રહ્યા છે. 

એટલું જ નહીં અમિતાભ હવે વેબ સીરીઝમાં પણ કામ કરવાના છે. આ ઉપરાંત તેમની પાસે અઢળક એન્ડોર્સમેન્ટ પણ છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here