9થી 12માં 30 ટકા ઘટાડા સાથે સુધારેલો અભ્યાસક્રમ જાહેર

0
53

– ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા

– તમામ DEOને પરિપત્ર કરી સ્કૂલોને નવા કોર્સ પ્રમાણે ભણાવવા સૂચના આપવા આદેશ

સરકાર દ્વારા ધો.9થી12માં 30 ટકા કોર્સ ઘટાડાની જાહેરાત બાદ ગુજરાત બોર્ડ દ્વારા આજે સુધારેલો નવો અભ્યાસક્રમ જાહેર કરી દેવાયો છે.જેની સ્કૂલોએ નોંધ લેવાની રહેશે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.9, ધો.10  અને ધો.11-12માં સાયન્સ,સા.પ્ર.ના સુધારેલા અભ્યાસક્રમ જાહેર કરાયા છે. 30 ટકા કોર્સ કપાયા બાદ કયા કયા ચેપ્ટર મહત્વના છે તે વિગતવાર બોર્ડ દ્વારા જાહેર કરવામા આવ્યુ છે. દરેક ધોરણમાં દરેક વિષયમાં પ્રકરણ મુજબ અભ્યાસક્રમ જાહેર કરાયો છે અને જે બોર્ડની વેબસાઈટ પર પણ મુકી દેવાયો છે.

આ ઉપરાંત તમામ ડીઈઓને બોર્ડ દ્વારા પરિપત્ર કરી સ્કૂલોને સૂચના આપવા પણ આદેશ કરાયો છે. આ નવા કોર્સ મુજબ શિક્ષકોએ વિદ્યાર્થીઓને ભણાવવાનું રહેશે.બોર્ડ દ્વારા અપાયેલી સૂચના મુજબ 30 ટકા કોર્સ ઘટાડો 2020-21 માટે જ લાગુ રહેશે. અને જે પ્રકરણો કાપવામા આવ્યા છે તેમાંથી વાર્ષિક પરીક્ષા અને બોર્ડની પરીક્ષામાં પ્રશ્નો પુછવામા આવશે નહી.

જો કે મહત્વનું છે કે સરકારે સત્ર શરૂ થયાના ચાર મહિને કોર્ષ ઘટાડાનો નિર્ણય લેતા જે 30 ટકા કોર્સ ઘટાડવામા આવ્યો છે તેમાંથી ઘણા ચેપ્ટર તો સ્કૂલોમાં ઓનલાઈન વિદ્યાર્થીઓને ભણાવી દેવામા આવ્યા છે અને સરકારે ભણાવવાની સૂચના પણ આપી છે માત્ર પરીક્ષામાં પુછવાનું નથી. જેથી આ કોર્સ ઘટાડાનો આમ તો કોઈ મતલબ નહી રહે.

ધો.12 સા.પ્રની પૂરક પરીક્ષા પૂર્ણ ઓક્ટો.ના અંતમાં રિઝલ્ટ

અમદાવાદ,મંગળવાર

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગત 28મી સપ્ટેમ્બરથી ધો.12 સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષા શરૂ કરાઈ હતી.જે આજે પૂર્ણ થઈ ગઈ છે.આ વર્ષે પ્રથમવાર એકને બદલે બે વિષયમાં નાપાસને પુરક પરીક્ષાની તક અપાઈ છે.જેથી પરીક્ષાના દિવસો અને સેશન વધ્યા છે. બે વિષયમાં તક અપાતા 1.24 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા અને જેમાંથી લગભગ 80 હજારથી વધુ વિદ્યાર્થીએ પરીક્ષા આપી છે. ગેરરીતિના કોઈ મોટા કેસ સામે આવ્યા નથી. કોરોનામાં  ગુજકેટ તેમજ ધો.10-12 સાયન્સની પુરક પરીક્ષા બાદ ધો.12સા.પ્ર.ની પુરક પરીક્ષા પણ સારી રીતે લેવાઈ ચુકી છે.

ડિપ્લોમા પ્રથમ રાઉન્ડ પૂર્ણ: 24 હજાર વિદ્યાર્થીનો પ્રવેશ

અમદાવાદ,મંગળવાર

ડિપ્લોમા ઈજનેરીમાં પ્રથણ રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે. પ્રથમ રાઉન્ડમાં 33833 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો હતો અને પ્રથમ રાઉન્ડની ફાળવણીમાં જ 24 હજારથી વધુ બેઠકો ખાલી રહી હતી ત્યારે પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓમાંથી 8 હજાર જેટલા વિદ્યાર્થીએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો નથી અને ફી ભરી નથી. જ્યારે લગભગ 24 હજારથી વધુએ ફી ભરી પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે.હવે બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ છે.

[WP-STORY]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here