AIIMSના રિપોર્ટ ઉપર ગુસ્સે થઈ કંગના રનૌત, કહ્યું- મતલબ, સુશાંત એક દિવસ ઉઠ્યો અને પોતાને મારી નાખ્યો ?

0
80

બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોત પછી લોકો જાણવા માગે છે કે તેણે આત્મહત્યા કરી છે કે તેમની હત્યા થઈ છે. આખરે AIIMSના ફોરેન્સિક એક્સપર્ટ્સની ટીમે પોતાના અંતિમ અને ફાઈનલ રિપોર્ટમાં જણાવ્યું છે કે સુશાંતનું મોત આત્મહત્યાના કારણે થયું છે. AIIMSનો રિપોર્ટ સામે આવ્યા પછી સુશાંત કેસમાં શરૂઆતથી લડી રહેલી અભિનેત્રી કંગના રનૌતે પોતાના ટ્વિટર ઉપર પ્રતિક્રિયા આપી છે.

કંગના રનૌતે ટ્વિટ કરતા લખ્યું કે, એક યુવાન અને અસાધારણ વ્યક્તિ એક દિવસ ઉઠે છે અને ખુદને મારી નાખે છે. સુશાંતે કહ્યું હતું કે, તેમની સાથે ગેરવ્યવહાર કરવામાં આવી રહ્યો છે અને તેના જીવને જોખમ છે. તેણે કહ્યું હતું કે મૂવી માફિયાએ તેને બેન કરી દીધો છે અને હેરાન કરી રહ્યા છે. તેના ઉપર રેપનો ખોટો આરોપ લગાવીને માનસિક રૂપથી પ્રભાવિત કરવામાં આવ્યો હતો.

કંગના રનૌતે વધુ એક ટ્વિટમાં લખ્યું કે, અમારે લેટેસ્ટ પ્રોગ્રેસની સાથે કેટલાક સવાલના જવાબ જોઈએ છે.

1.સુશાંતસિંહ રાજપૂતે મોટા પ્રોડક્શન હાઉસો દ્વારા પોતાને બેન કરવાની વાત ઘણી વાર કરી છે. આ કોણ લોકો છે જેમણે સુશાંતની વિરૂદ્ધ ષડયંત્ર કર્યું ?

2.મીડિયાએ તેમની રેપિસ્ટ હોવાના ખોટા સમાચાર કેસ ફેલાવ્યા ?

3.મહેશ ભટ્ટ પોતાનું મનોવિશ્લેષણ કેમ કરી રહ્યા હતા ?

AIIMSના ફોરેન્સિક હેડ ડોક્ટર સુધીર ગુપ્તાએ જણાવ્યું હતું કે આ સંપૂર્ણ રીતે ફાંસી અને આત્મહત્યાનો મામલો છે. સુશાંતની બોડી ઉપર ફાંસી સિવાય અન્ય કોઈ ઈજાના નિશાન નથી. બોડીમાં કોઈપણ ઝેરી પદાર્થ કે નશીલો પર્દાથ નથી મળી આવ્યો. ગળા પર મળેલા નિશાન ફાંસીના કારણે બન્યા છે.

જણાવી દઈએ કે સુશાંતના પરિવાર, મિત્ર અને ચાહકો છેલ્લા કેટલાક દિવસથી સીબીઆઈ તપાસમાં થઈ રહેલા વિલંબ ઉપર નિરાશા વ્યક્ત કરી રહ્યા હતા. આ સિવાય પરિવાર અને ચાહકોની માગ એ પણ છે કે આ કેસની તપાસ આત્મહત્યા નહીં પરંતુ હત્યાના એંગલથી કરવામાં આવે. સુશાંતના પરિવારના વકિલ સુશાંત કેસની તપાસની દિશાથી પણ ખુશ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here