ગ્રોસરી ઇ-કોમર્સ પ્લેટફોર્મ બિગબાસ્કેટ (BigBasket)ના પ્લેટફોર્મથી મોટા પાયે ડેટા લીક થવાની ઘટના સામે આવી છે. સાયબર ઇન્ટેલિજન્સ ફર્મ Cybleની મુજબ 2 કરોડ યુઝર્સની મહત્વપુર્ણ માહિતી લીક થઈ છે. કંપની દ્વારા આ કેસ અંગે બેંગ્લુરુના સાયબર ક્રિમિનલ સેલ (Cyber Criminal Cell)માં એક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સાયબર એક્સપર્ટ્સ દ્વારા આ લીકની ઘટના અંગે ચકાસણી કરવામાં આવી રહી છે.
30 લાખ રૂપિયામાં ડાર્ક વેબ પર ડેટા વેચવા કાઢ્યો
Cybleએ જણાવ્યું કે હેકર્સે બિગબાસ્કેટનો ડેટા 30 લાખ રૂપિયામાં ઓનલાઇન વેચાણ માટે ડાર્ક વેબ પર મૂક્યો છે. સાયબલની રિસર્ચ ટીમે પોતાની રુટીન ડાર્ક વેબ મોનિટરિંગ દરમિયાન જોયું કે બિગબાસ્કેટના ડેટાબેઝને સાયબર ક્રાઇમ માર્કેટમાં વેચાણ માટે 40,૦૦૦ અમેરિકન ડોલર ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. બિગબાસ્કેટ ડેટા ચોરીની ઘટના 30 ઓક્ટોબર 2020ના રોજ અંજામ આપવામાં આવ્યો હતો.
આ ખાનગી જાણકારીઓ થઈ લીક
બિગબાસ્કેટના યુઝર્સની ડિટેલ્સવાળી SQL ફાઇલ લગભગ 15 જીબી છે. જેમાં લગભગ 2 કરોડ યુઝર્સની માહિતી આપવામાં આવી છે. આ એસક્યુએલ ફાઇલમાં યુઝર્સના નામ, ઇમેઇલ આઈડી, પાસવર્ડ hashes, કોન્ટેક્ટ નંબર, સરનામું અને ડેટ ઓફ બર્થ, લોકેશન અને આઈપી એડ્રેસ સહિતની અન્ય માહિતી છે. સાયબલની જગ્યામાંથી એક પાસવર્ડ પણ મેન્શન કરવામાં આવ્યો છે. તે એક વન ટાઇમ પાસવર્ડ છે, જેનો ઉપયોગ લોગઈનના સમયે કરવામાં આવે છે.
કંપની પાસે કસ્ટમરની ફાયનાન્શિયલ ડિટેઈલ નથી
કંપની વતી કહેવામાં આવ્યું છે કે તે ગ્રાહકની ગુપ્તતા અને ગોપનીયતાનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. કંપનીએ સ્પષ્ટ કર્યું હતું કે તેમના તરફથી કસ્ટમરની નાણાકીય માહિતી જેમ કે ક્રેડિટ કાર્ડ નંબર વગેરે સંગ્રહિત કરવામાં આવતા નથી. આવી સ્થિતિમાં યુઝર્સને આર્થિક રીતે કોઈ નુકસાન થશે નહીં. બેંગ્લોર સ્થિત કંપનીને અલીબાબા ગ્રુપ દ્વારા ફંડ આપવામાં આવે છે. તેને મીરા એસેટ નેવર એશિયા ગ્રોથ ફંડ દ્વારા પણ ફંડ આપવામાં આવે છે.