BJP સાંસદ રીટા બહુગુણા જોશીની 6 વર્ષની પૌત્રી ફટાકડાથી ગંભીર રીતે દાઝી, સારવાર દરમ્યાન મોત

0
32

ઉત્તર પ્રદેશની પ્રયાગરાજ લોકસભા બેઠકના ભાજપના સંસાદ રીટા બહુગુણા જોશીના ઘર પર દુખનો પહાડ તુટી પડ્યો છે. દિવાળીની રાતે ફટાકડા ફોડતી વખતે તેમની છ વર્ષીય પૌત્રી કીયા ગંભીર રીતે દાઝી ગઇ હતી, જેનું મંગળવારના રોજ સાવરા દરમિયાન મોત નીપજ્યું છે.

રિટા બહુગુણા જોશીના પુત્ર મયંક જોશીની 6 વર્ષની પુત્રી કિયાનું ફટાકડાથી ગંભીર રીતે દાઝી જવાથી મોત નીપજ્યું હતું. દિવાળીની રાત્રે ફટાકડા ફોડતી વખતે ગંભીર રીતે દાઝી ગઈ હતી, આ પછી, તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

રીટા બહુગુણા જોશી પ્રયાગરાજ સંસદીય બેઠક પરથી ભાજપના સાંસદ છે. દિવાળીની રાત્રે તેમનો પરિવાર પ્રયાગરાજમાં હતો. મળતી માહિતી મુજબ બાળકી દિવાળીની રાત્રે અન્ય બાળકો સાથે ધાબા પર રમવા ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે એવી આશંકા સેવાઈ રહી છે કે તે સમયે કોઈએ છોડેલા ફટાકડાને કારણે તેના કપડામાં આગ લાગી ગઈ હતી. 6 વર્ષની માસૂમ કીયાએ દિવાળીની રાત્રે ફેન્સી ડ્રેસ પહેર્યો હતો.

રિપોર્ટ અનુસાર કપડામાં આગ લાગવાથી બાળકીએ બૂમરાણ મચાવી હતી, પરંતુ ઘરવાળાઓ વિચાર્યું કે બાળકો બધા રમી રહ્યા છે, પરંતુ કોઈએ ધ્યાન આપ્યું નહી અને કોઈ જોવા પણ નહોતું ગયું. ઉલ્લેખનીય છે કે ઘણા સમય પછી કોઈ ધાબા પર ગયું ત્યારે બાળકી ગંભીર રીતે દાઝી ગઈ હતી. બાળકીને તાત્કાલિક હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી, પંરતુ વધારે દાઝી જવાથી બાળકીનું નિપજ્યું કરૂણ મોત.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here