CSK વિરૂદ્ધ વિરાટનું શાનદાર પરફોર્મન્સ પ્રશંસકો થયા ગદ્દગદ્દીત, અનુષ્કાની થઈ રહી છે પ્રશંસા

0
107

ક્રિકેટને હંમેશા અનિશ્ચિતતાની રમત કહેવામાં આવે છે. છેલ્લી ઘડીએ કોણ હારશે કે કોણ જીતશે તે કહી શકાતું નથી. IPLને લઇને દર્શકોમાં ભારે રોમાન્ચ જોવા મળે છે. ખેલાડીઓ અને તેમની ટીમને જીતતી જોવી તેમની પ્રશંસા કરવી દર્શકો માટે જાણે કે એક અલગ જ આનંદની વાત છે. શનિવારે યોજાયેલી મેચમાં વિરાટ કોહલીએ શાનદાર 90 રનનો ખડકલો કરી દીધો રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિરૂદ્ધ CSKની મેચ શાનદાર અને યાદગાર રહી. રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિરાટના શાનદાર પરફોર્મન્સથી જીત મેળવી શક્યુ.

પિચ પર વિરાટ છવાયો પ્રશંસકોએ કર્યા અનુષ્કાના વખાણ
સોશિયલ મીડિયા પર હાલ વિરાટની આ સિદ્ધિને લઇને અનુષ્કાની પ્રશંસા થઇ રહી છે. દર્શકો વિરાટના આટલા સારા પ્રદર્શન માટે અનુષ્કાને જવાબદાર ગણાવી રહ્યા છે. હાલ સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઇ રહી છે. અનુષ્કા ફ્લાઇંગ કિસ કરતો વિરાટ ચારેકોર છવાઇ ગયો છે.

સોશિયલ મીડિયા પરતો ટ્વિટ કરી દર્શકો તેમની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. દર્શકોને વિરાટ અનુષ્કાની કેમેસ્ટ્રી ખુબજ પસંદ આવી રહી છે. એક યૂઝર લખે છેવિરાટ કોહલી 90 બનાવી પેવેલિયન પરત ફરે છે અનુષ્કા સ્માઇલ સાથે તેને ચીયર કરી રહી છે. આ જ તો પ્રેમ છેમારૂ દિલ ભરાઇ ગયુ આ બંને એક બીજા માટે જ બન્યા છે.

અનુષ્કાની આટલી પ્રશંસા કેમ?
થોડા સમય પહેલા પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે એકટ્રેસને લઇને વિવાદિત નિવેદન આપ્યુ હતુ. તેમણે વિરાટના ખરાબ પર્ફોમન્સનું ઠીકરૂ અનુષ્કા પર ફોંડ્યુ હતુ ત્યારથી આ વિવાદ ચાલ્યો હતો. સોશિયલ મીડિયા પર પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કર બરાબરનો ટ્રોલ થયો હતો. હવે જ્યારે વિરાટ શાનદાર મેચ રમી રહ્યો છે ત્યારે અનુષ્કાની પ્રશંસા થાય તેમાં ખોટુ કંઇ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here