Cyber Attack: શું તમે પણ કરો છો આવી ભૂલ? રાખો ધ્યાન નહિંતર બની જશો હેકર્સનો શિકાર

0
91

કોરોના વાયરસના વધતા સંક્રમણ વચ્ચે સાઇબર એટેક(Cyber Attack)માં પણ વધારો થયો છે. જેના કારણે હવે લોકોમાં પોતાના ડેટાની સુરક્ષાને લઈ ચિંતા વધી છે. ત્યારે હવે વધુ એક ચિંતાજનક રિપોર્ટ સામે આવી છે. જે સંકેત આપે છે કે ભારતમાં દરેક 4માંથી એક વ્યક્તિ પોતાનો પાસવર્ડ નબળો રાખે છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે સાઇબર સિક્યોરિટી કંપની કપરસ્કીના એક રિપોર્ટ મુજબ ભારતમાં દરેક 4માંથી 1 વ્યક્તિ પોતાના એકાઉન્ટને સુરક્ષિત રાખવા માટે નબળો પાસવર્ડ રાખે છે. નબળો પાસવર્ડ એટલે કે એવો પાસવર્ડ જેણે સરળતાથી ડિકોડ કરી શકાય. આપને જણાવી દઈએ કે તમારા વ્યક્તિગત ડેટા અને હેકર્સ વચ્ચે ફક્ત એક પાસવર્ડ જ દીવાલ સમાન હોય છે. જો આ દીવાલ નબળી હોય તો પછી હેકર્સ આને સરળતાથી તોડીને તમારા એકાઉન્ટ સુધી પહોંચી શકે છે. અને વ્યક્તિગત ડેટાની ચોરી અને બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે.

આવા લોકોને હેકર્સ બનાવે છે પોતાનો શિકાર:

ઇન્ટરનેટ પર યુઝર્સ માટે બીજો સૌથી મોટો પડકાર હોય છે અલગ-અલગ એકાઉન્ટ માટે જુદા-જુદા પાસવર્ડ રાખવા. રિપોર્ટ પ્રમાણે 1 વ્યક્તિ ઇન્ટરનેટ પર સરેરાશ 27 અલગ-અલગ એકાઉન્ટ બનાવે છે. જેમાં સોશિયલ મીડિયા, ઇ-કોમર્સ કંપનીઓથી લઈ બેંક એકાઉન્ટના ઓનલાઇન એક્સેસ હોય છે. એવી સ્થિતિમાં દરેક એકાઉન્ટ માટે અલગ પાસવર્ડ યાદ રાખવા લોકો માટે અઘરું બની જાય છે. આ જ કારણ છે કે મોટાભાગે લોકો પોતાના દરેક ઇન્ટરનેટ એકાઉન્ટ માટે એક જેવો જ પાસવર્ડ રાખે છે અને સરળતાથી હેકર્સનો શિકાર બને છે. એક એક્સપર્ટ મુજબ બ્રાઉઝર પર પાસવર્ડ સેવ રાખવા પણ લોકોની સૌથી મોટી ભૂલ હોય છે. તેથી એવું કરવાથી બચવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here