દિવાળી પર ત્રણ ગ્રહોના દુર્લભ સંયોગ વર્ષ 2020 પહેલા 1521માં બન્યો હતો
પાંચ દિવસનો દીપોત્સવ આ વર્ષે 5 દિવસની જગ્યાએ 4 દિવસનો રહેશે. નાની દિવાળી એટલે કે કાળી ચૌદશ અને દિવાળી એક જ દિવસે મનાવવામાં આવશે. ધનતેરસ પણ દિવાળીના 1 દિવસ પહેલા 13 નવેમ્બરે મનાવવામાં આવશે. 15 નવેમ્બરે બેસતું વર્ષ અને 16 નવેમ્બરે ભાઇબીજ મનાવવામાં આવશે. આ દિવાળી પર ગુરુ ગ્રહ પોતાના સ્વરાશિ ધનુ અને શનિ પોતાના સ્વરાશિ મકરમાં રહેશે, જ્યારે શુક્ર ગ્રહ કન્યા રાશિમાં રહેશે. જણાવવામાં આવી રહ્યું છે કે દિવાળી પર ત્રણ ગ્રહોનો આ દુર્લભ સંયોગ 2020થી પહેલા 1521માં બન્યો હતો. એવામાં આ સંયોગ 499 વર્ષ પછી બની રહ્યો છે.
ધનતેરસથી દિવાળી ઉત્સવનો પ્રારંભ
જ્યોતિષાચાર્ય અનુસાર દિવાળીનો તહેવાર પંચ મહોત્સવ હોય છે, પરંતુ આ વર્ષે પાંચ દિવસનો તહેવાર ચાર દિવસનો મહોત્સવ રહેશે. 13 નવેમ્બરથી ધનતેરસથી દીપ પર્વનો શુભારંભ થશે, જે 16 નવેમ્બરે ભાઇ બીજના દિવસે સંપન્ન થશે. ધાર્મિક માન્યતા છે કે જે દિવસે સૂર્યાસ્ત બાદ એક ઘડી વધારે અમાસની તિથિ રહે તે દિવસે દિવાળી મનાવવામાં આવે છે. આસો અમાસના દિવસે માતા લક્ષ્મી ધરતી પર આવે છે. અમાસની રાત્રે જ માતા ધરતી પર વિચરણ કરે છે. આ કારણથી આ તહેવાર અમાસની રાત્રે મનાવવાનું સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.
દિવાળી 2020 : અમાસ તિથિ અને લક્ષ્મી પૂજા
આ વર્ષે અમાસની તિથિ 14 નવેમ્બર બપોરે 2:17 કલાકથી શરૂ થશે અને બીજા દિવસે 15 નવેમ્બર સવારે 10:36 વાગ્યા સુધી રહેશે. આ જ કારણ છે કે માતા લક્ષ્મીની પૂજા 14 નવેમ્બર શનિવારે કરવામાં આવશે. ધાર્મિક માન્યતા છે કે જે દિવસે સૂર્યાસ્ત બાદ એક ઘડી વધારે સમય સુધી અમાસની તિથિ રહેવાથી તે દિવસે દિવાળી હોય છે.
ધનતેરસ 2020 તિથિ
તેરસની તિથિ 12 નવેમ્બરની રાત્રે 9:31થી શરૂ થઇને 13 નવેમ્બર સાંજે 6:00 વાગ્યા સુધી રહેશે. 13 નવેમ્બરે જ પ્રદોષ વ્રત પણ રહેશે. એવામાં 13 નવેમ્બરે જ ધનતેરસ મનાવવામાં આવશે, કારણ કે ધનતેરસ પ્રદોષના દિવસે જ રહે છે.
દિવાળી પર શનિવારનો મંગળકારી યોગ
નવરાત્રી સ્થાપના શનિવારે જ કરવામાં આવી હતી અને દિવાળી પણ શનિવારે જ છે. આ એક ખૂબ જ મંગળકારી યોગ છે કે શનિ સ્વાગ્રહી મકર રાશિ પર છે. આ યોગ વ્યાપાર માટે લાભદાયી તેમજ જનતા માટે શુભ ફળદાયી રહેશે. કેટલાય વર્ષો બાદ આ દુર્લભ સંયોગ બની રહ્યો છે. તંત્ર પૂજા માટે દીપાવલી પર્વને વિશેષ માનવામાં આવે છે. આ વર્ષ 14 નવેમ્બર શનિવારના દિવસે દિવાળી છે. સન 1521ની નજીક 499 વર્ષ પછી ગ્રહોનો દુર્લભ યોગ જોવા મળશે.