Diwali Special : ફરસી પુરી હવે બહારથી નહીં ઘરે જ બનાવો, આ રહી સહેલી રીત

    0
    21

    દિવાળી (Diwali)એક એવો તહેવાર છે કે જે લોકો દેશભરમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરે છે. દિવાળીમાં લોકો પોતાના ઘરે અવનવી વાનગીઓ બનાવતા હોય છે જેમાથી એક ખાસ વાનગી છે ફરસી પુરી(Farsi puri). જે ખાવામાં સ્વાદિષ્ટ અને ઝડપથી બની જાય છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય ફરસી પુરી..

    બનાવવાની રીત

    સૌપ્રથમ મેંદો અને રવાને ભેગા કરી ચાળી લો. ત્યાર પછી તેમા અજમો, મીઠું, બેકિંગ પાઉડર અને બે-ત્રણ ચમચી તેલનું મોણ નાખી નવશેકા પાણીથી કઠણ લોટ બાંધી લો. તેને અડધો કલાક સુઘી રાખી મૂકો. હવે તેમાંથી લુઆ બનાવીને જાડી ગોળ પૂરી વણી લો. આ પૂરીને અંગૂઠાથી વચ્ચે દબાવી દો.

    આ રીતે બધી પૂરી વણી લો. હવે એક કઢાઇમાં તેલ ગરમ કરી લો. તૈયાર પુરીને ગરમ તેલમાં તરી લો. તે બન્ને તરફથી આછા બ્રાઉન રંગની થાય એટલે તેને નીકાળી લો. તૈયાર છે ગરમા ગરમ ફરસી પુરી..

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here