FPIએ ઓકટોબરમાં અત્યાર સુધી 1,086 કરોડ રૂપિયાનું કર્યું મુડીરોકાણ

0
75

વિદેશી પોર્ટફોલિયોના રોકાણકારો (FPI)એ ભારતીય બજારોમાં ઓક્ટોબરમાં અત્યાર સુધીમાં 1,086 કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું છે. તેમણે ગુડ્ઝ અને સર્વિસ ટેક્સ (જીએસટી) ના કલેક્સનમાં સુધારો, આર્થિક પ્રવૃત્તિમાં વેગ અને સકારાત્મક વૈશ્વિક સંકેતો સહિત અન્ય પ્રોત્સાહક પરિબળોને જોતા રોકાણ કર્યું છે.

મોર્નિંગસ્ટારએ કહ્યું કે આગામી સમયમાં વૈશ્વિક કેન્દ્રીય બેન્કો દ્વારા સંકલન ચાલું રાખવાથી ભારત સહિતના ઉભરતા બજારોમાં વિદેશી રોકાણનો પ્રવાહ સુનિશ્ચિત થઈ શકે છે. વૈશ્વિક મોરચે, અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી, વધતું કોવિડ -19 સંક્રમણ અને અમેરિકા અને ચીન વચ્ચેના તંગદીલી એફપીઆઈના પ્રવાહને અસર કરી શકે છે.

બોન્ડ માર્કેટમાંથી 4,159 કરોડ પરત ખેંચ્યા

ડિપોઝિટરી ડેટા અનુસાર સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન એફપીઆઈએ શેરમાં રૂ .5,245 કરોડનું રોકાણ કર્યું, જ્યારે તેઓએ બોન્ડ માર્કેટમાંથી રૂ .4,159 કરોડ પાછા ખેંચ્યા. આ રીતે તેમણે રૂ. 1,086 કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું. સપ્ટેમ્બરમાં એફપીઆઈ 3,419 કરોડ રૂપિયાના ચોખ્ખા વેચનાર રહ્યા હતા.

વૈશ્વિક બજારો કોવિડ -19નાં પહેલાનાં સ્તરે

નિષ્ણાતોએ જણાવ્યું કે ઓક્ટોબર મહિનામાં ઘરેલુ અને વૈશ્વિક પરિબળોએ ચોખ્ખા પ્રવાહમાં ફાળો આપ્યો છે. અને, “અપેક્ષાની તુલનામાં (કમાણી) વધુ સારૂ પ્રદર્શન, જીએસટી કલેક્સન અને અર્થવ્યવસ્થાનાં સામાન્ય થવાથી ભારતને એક આકર્ષક રોકાણ સ્થળ બનાવવામાં મદદ કરી રહ્યા છે.” આ ઉપરાંત, વૈશ્વિક બજારો કોવિડ -19 પહેલા સ્તરે પ્રદર્શન કરી રહ્યા છે. તેનાથી રોકાણકારોની આશામાં પણ વધારો થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here