FPIએ વેચ્યા 7,783 કરોડ રૂપિયાનાં શેર, જાણો શા માટે કરી નફાવસુલી

0
88

કોરોના સંકટની વચ્ચે, ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર (FPI) એ ભારતીય શેરબજારો અને ડેબ્ટ ફંડમાં ભારે રોકાણ કર્યું હતું. FPI તરફથી રોકાણની આ પ્રક્રિયા સતત ત્રણ મહિના સુધી ચાલી હતી. જેના કારણે મુશ્કેલ સંજોગોમાં પણ શેર બજારોમાં હલચલ પેદા થઇ રહી છે. આ પછી, સપ્ટેમ્બર 2020 માં, FPIએ જોરદાર નફો બુક કર્યો, આ દરમિયાન તેમણે દેશના મૂડીબજારમાંથી 3,419 કરોડ રૂપિયાનું ચોખ્ખું રોકાણ પાછું ખેંચ્યું છે.

ડિપોઝિટરી ડેટા અનુસાર સપ્ટેમ્બર 2020 માં એફપીઆઈએ રૂ. 7,783 કરોડના શેરનું ચોખ્ખું વેચાણ કર્યું. તે જ સમયે, ડેટ સેગમેન્ટમાં, તે દરમિયાન 4,364 કરોડનું રોકાણ પણ કર્યું. જૂન, જુલાઈ અને ઓગસ્ટ 2020 માં એફપીઆઈ ભારતીય મૂડી બજારમાં ચોખ્ખા રોકાણકાર રહ્યા. ઓગસ્ટમાં તેમણે 46,532 કરોડનું રોકાણ કર્યું. તે જ સમયે, એફપીઆઈ જૂનમાં 24,053 કરોડ રૂપિયા અને જુલાઈ 2020 માં 3,301 કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું હતું.

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીને કારણે એફપીઆઈ સાવચેતી રાખી રહ્યા છે. આ ઉપરાંત ઘણા દેશોમાં કોરોના વાયરસની બીજી લહેરને કારણે પણ અનિશ્ચિતતા વધી રહી છે. આને કારણે, ચેપના રેડ ઝોનવાળા વિસ્તારોમાં રોકાણકારોમાં ફરીથી લોકડાઉન થવાનો ભય વધી રહ્યો છે.

એવું માનવામાં આવે છે કે અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓ અને કોરોનાથી સર્જાયેલી અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને એફપીઆઈ ભારતીય બજારોમાંથી નાણાં નિકાળી રહ્યા છે. ત્યાં જ, હવે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેની પત્ની કોવિડ -19 પોઝિટિવ થવાનાં કારણે રોકાણનો માહોલ બગડ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here