Google એ બદલ્યો Gmail નો લુક, હવે આ કલરમાં જોવા મળશે નવો લોગો, જુઓ ફોટો

0
107

એ દિવસો યાદ કરો જ્યારે સ્માર્ટફોન ન હતા અને તમારી પાસે ડેસ્કટોપ હતુ જેમાં ડાયલઅપ ઈન્ટરનેટ હોતુ હતુ. જ્યારે તમે બાળકો હતા ત્યારે સૌ પ્રથમ વસ્તુ મગજમાં આવતી હતી તે ઈ-મેલ આઈડી બનાવવાનું હતુ. તમારો પ્રથમ ઈમેલ Gmail, Yahoo, MSN અને Rediff પર થયુ હશે. જેમાં એક વસ્તુ કોમન હતી અને તે મેલના લિફાફાનો લોગો.

હવે તેમાં ઘણા ફેરફાર આવ્યા

Google ના Gmail માં વર્ષો સુધી લાગ લોગો જ જોવા મળતો હતો, જ્યારે તમે મેન્યુઅલમાં જઈને WWW.Gmail.Com ટાઈપ કરતા હતા. એપ આવ્યા બાદ પણ લોકો લગભગ તે જ પ્રકારનો જોવા મળતો હતો, પરંતુ હવે તેમાં ઘણા ફેરફાર આવ્યા છે. પ્રતિષ્ઠિત Gmail લોગોના કારણે આવી ડિઝાઈનવાળા લોગોને લાવવામાં આવી રહ્યો છે જે ગૂગલના અન્ય ઉત્પાદોની સાથે જોવા મળે છે.

ગૂગલના અન્ય લોગોની સમાન જ દેખાય છે

Gmail નો નવો લોગો M ની જેમ બનાવવામાં આવ્યો છે. જેમાં લાલ, વાદળી, પીળો, લીલો રંગ ભરેલો છે. આ ગૂગલના અન્ય લોગોની સમાન જ દેખાય છે. જેમાં ગૂગલ મેપ્સ, ગૂગલ ફોટોજ, ક્રોમ અને અન્ય ગૂગલના પ્રોડક્ટ પણ સામેલ છે. જૂના લિફાફાના લોકોને અલવિદા કહી દેવામાં આવ્યુ છે. વધારે રંગોથી ભ્રમ ઉત્પન્ન થવાને કારણે મહત્તમ યૂઝર્સને આ પર ધ્યાન આપ્યુ નથી.

રંગને પૂર્ણ રીતથી હટાવવા પર વિચાર

ફાસ્ટ કંપનીની એક રીપોર્ટમાં જાણવા મળ્યુ છે કે, Google એ Mને પૂર્ણ રીતથી છોડવા અથવા Gmail ના લાલા રંગને પૂર્ણ રીતથી હટાવવા પર વિચાર કર્યો છે, પરંતુ રિસર્ચમાં સામેલ લોકો તેને લઈને ખુશ જોવા મળી રહ્યા નથી. જોકે, સ્ટડીએ Google ને તે મેહસૂસ કરવામા મદદ કરી છે કે, Gmail લોગોનો લિફાફા એક મહત્વપૂર્ણ ડિઝાઈનવાળો હતો નહી.

ગૂગલ કેલેન્ડર વગેરે સામેલ છે

તેનાથી ટીમને Google ના લોકોમાં M રાખીને પારંપરિક રંગોને ભરતા પ્રયોગ કરવામાં મદદ મળી છે. Google ની કેટલીક અન્ય પ્રોડક્ટમાં પણ આ પ્રકારના કલર પેટર્ન ડિઝાઈનવાળા લોકો જોવા મળે છે. જેમાં Google ડ્રાઈવ, ગૂગલ કેલેન્ડર વગેરે સામેલ છે.

[WP-STORY]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here