Happy Birthday : આદિત્ય રોય કપૂરનો આજે જન્મ દિવસ, બનવું હતું ક્રિકેટર અને બની ગયો અભિનેતા

    0
    18

    બોલીવુડ અભિનેતા (Bollywood Actor) આદિત્ય રોય કપૂર (Aditya Roy Kapoor) આજે પોતાનો 35મો જન્મ દિવસ ઉજવી રહ્યો છે. વર્ષ 2013માં આવેલી આશિકી-2 ફિલ્મએ તેને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક નવી ઓળખ અપાવી. 35 વર્ષના થવા જઈ રહેલા આ અભિનેતાએ ઈન્ડસ્ટ્રીમાં એક નવો મુકામ હાંસલ કર્યો છે. આદિત્ય રોય કપૂર(Aditya Roy Kapoor)  છેલ્લે સડક-2માં આલિયા ભટ્ટ (Aliya Bhatt) સાથે જોવા મળ્યો હતો. 16 નવેમ્બર 1985માં મુંબઈમાં આદિત્યનો જન્મ થયો હતો. આદિત્ય જાણીતા નિર્માતા નિર્દેશક સિદ્ધાર્થ રોય કપૂર અને અભિનેતા કૃણાલ રોય કપૂરનો નાનો ભાઈ છે. ફિલ્મ અભિનેત્રી વિદ્યા બાલન તેની ભાભી છે. કહેવાય છે કે આદિત્યને ક્રિકેટર બનવું હતું પરંતુ થોડા સમય બાદ તેણે ક્રિકેટ છોડી દીધી. ત્યારબાદ અભિનયની દુનિયામાં ડગ માંડ્યા. 

    એવું પણ કહેવાય છે કે આદિત્ય રોય કપૂરે ધર્મેન્દ્રની બીજી પુત્રી આહના દેઓલને ચાર વર્ષ સુધી ડેટ કરી હતી. આદિત્ય અગાઉ આહના રણવીર સિંહને ડેટ કરતી હતી. તે સમયે આદિત્ય ટીવી ચેનલમાં નોકરી કરતો હતો અને આ કારણે બંનેના સંબંધમાં તિરાડ પડી હતી. આદિત્ય આહનાને સમય આપી શકતો નહતો અને આહના હંમેશા તેને છોડવાની ધમકી આપતી હતી. આદિત્યને પણ લાગ્યું કે ગર્લફ્રેન્ડ સાથે તે પોતાની કરિયરને પૂરો સમય આપી શકતો નથી. આહનાથી અલગ થયા બાદ તેણે ફિલ્મોમાં કામ કરવાનું નક્કી કર્યું હતું. આદિત્ય પર રણવીરની ગર્લફ્રેન્ડ ચોરી કરવાનો આરોપ લાગ્યો હતો.

    વર્ષ 2009માં આદિત્ય રોય કપૂરની પહેલી ફિલ્મ લંડન ડ્રીમ્સ રિલીઝ થઈ હતી. ત્યારબાદ વર્ષ 2013માં આવેલી ફિલ્મ ‘આશિકી-2’માં તેણે દમદાર અભિનય કરીને ફેન્સના હ્રદયમાં સ્થાન જમાવી દીધું. અત્રે જણાવવાનું કે ફિલ્મમાં આવતા પહેલા આદિત્ય ચેનલ વી ઈન્ડિયામાં વીજે રહ્યો હતો. થોડા સમય માટે નાના પડદા પર કામ કર્યા બાદ તેણે મોટે પડદે નજર ફેરવી હતી. 

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here