ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સનલ (IBPS)એ 645 પોસ્ટ પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. બેંકિંગ સેક્ટરમાં નોકરીની ઇચ્છા રાખનારા ઉમેદવારો IBPSની ઓફિશિયલ વેસબાઇટ ibps.in દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે. ઇન્સ્ટિટ્યૂટે અરજી કરવાની છેલ્લી તારીખ 23 નવેમ્બર, 2020 નક્કી કરી છે. તેમજ, આ પોસ્ટ પર ભરતી માટેની પ્રીલિમ્સ પરીક્ષા 26 અને 27 ડિસેમ્બર 2020ના રોજ લેવામાં આવશે. ત્યારબાદ સફળ ઉમેદવારો માટે મેઇન્સની પરીક્ષા 30 જાન્યુઆરી 2020ના રોજ લેવામાં આવશે.
પોસ્ટની સંખ્યા – 645
પોસ્ટ | સંખ્યા |
IT ઓફિસર (સ્કેલ-1) | 20 |
એગ્રીકલ્ચર ફિલ્ડ ઓફિસર (સ્કેલ-1) | 485 |
માર્કેટિંગ ઓફિસર (સ્કેલ-1) | 60 |
લો ઓફિસર (સ્કેલ-1) | 50 |
HR પર્સનલ ઓફિસર (સ્કેલ-1) | 7 |
સત્તાવાર ભાષા અધિકારી (સ્કેલ-1) | 25 |
એલિજિબિલિટી
વિવિધ પદ માટે ઇન્સ્ટિટ્યૂટે પોસ્ટ પ્રમાણે એલિજિબિલિટી નક્કી કરી છે. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન સાથે જોડાયેલી વિસ્તૃત જાણકારી માટે ઉમેદવારો ઓફિશિયલ નોટિફિકેશન ચેક કરી શકે છે.
વય મર્યાદા
આ પોસ્ટ પર અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 20થી 30 વર્ષ વચ્ચે હોવી જોઇએ.
મહત્ત્વપૂર્ણ તારીખો
નોટિફિકેશન જાહેર થવાની તારીખ | 1 નવેમ્બર, 2020 |
રજિસ્ટ્રેશનની તારીખ | 2થી 23 નવેમ્બર, 2020 |
એપ્લિકેશન ફી સબમિશન | 2થી 23 નવેમ્બર, 2020 |
એડમિટ કાર્ડ ડાઉનલોડ | ડિસેમ્બર, 2020 |
પ્રીલિમ્સ પરીક્ષા | 26 અને 27 ડિસેમ્બર, 2020 |
મેઇન્સ પરીક્ષા | 24 જાન્યુઆરી, 2021 |
એપ્લિકેશન ફી
- જનરલઃ 850 રૂપિયા
- SC/ST/PWD: 175 રૂપિયા
- સિલેક્શન પ્રોસેસ
આ પોસ્ટ પર ઉમેદવારોનું સિલેક્શન પ્રીલિમ્સ, મેઇન્સ પરીક્ષા અને ઇન્ટરવ્યૂના પર્ફોર્મન્સના આધારે કરવામાં આવશે.