Instagramમાં આવ્યો એક મોટો ફેરફાર, હવે કોઇને પણ મોકલી શકશો મેસેજ

    0
    118

    ઇન્સ્ટાગ્રામ સતત પોતાના યુઝર્સને ધ્યાનમાં રાખીને અપડેટ કરી રહ્યું છે. અગાઉ ઇન્સ્ટાગ્રામ દ્વારા યુઝર્સને તેમની રીલ્સમાં અપડેટ કરીને ટિકટૉકનો વિકલ્પ પૂરો પાડ્યો હતો. હવે Instagram Threads માં અપડેટ કરીને યુઝર્સને મેસેજ કરવાની સુવિધા આપવામાં આવી છે.

    અગાઉ ઇન્સ્ટાગ્રામ યુઝર્સ એ જ લોકોને Threads દ્વારા મેસેજ કરી શકતું હતું. જે તેમની નજીકની ફ્રેન્ડસ લિસ્ટમાં હોય પરંતુ હવે ઇન્સ્ટાગ્રામ થ્રેડ્સ દ્વારા કરવામાં આવેલા અપડેટ્સ પછી ઇન્સ્ટાગ્રામ યુઝર્સ થ્રેડ્સ ડાઉનલોડ કર્યા વિના ઇન્સ્ટાગ્રામ પર દરેકને મેસેજ મોકલી શકશે.

    Instagram Threadsનું અપડટે વર્ઝન કેવી રીતે યુઝ કરવું

    લેટેસ્ટ અપડેટની સાથે તમે inbox માં બે ટેબ આપી છે. એક ટેબ નજીકના મિત્રો માટે અને બીજી ટેબ ઇંસ્ટાગ્રામ પર હાજર તમામ લોકો માટે ભલે તેમને થ્રેડ ડાઉનલોડ કર્યું હોય કે નહીં. જો કે લેટેસ્ટ અપડેટ બાદ પણ તમારા ઓટોમેટિક સ્ટેટસ અપડેટસને માત્ર તમારા ક્લોઝ ફ્રેન્ડસ જ જોઇ શકશે. આ અપડેટ એંડ્રોયડ અને આઇઓએસ બંને ડિવાઇસ માટે રોલઆઉટ કરી દીધું છે.

    Instagram Threads અપડેટની માહિતી સૌથી પહેલાં ટિપ્સટર Jane Manchun Wong દ્વારા જાહેરાત કરાઇ હતી.

    ઇંસ્ટાગ્રામ એ Threadsને ગયા વર્ષે જ લોન્ચ કર્યું હતું. જેમાં યુઝર્સ એ લોકો સાથે ચેટ કરી શકે છે જેમને તેમને ઇંસ્ટાગ્રામ પર ક્લોઝ ફ્રેન્ડઝ તરીકે માર્ક કર્યા છે.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here