– આજે આંતરરાષ્ટ્રીય કૉફી દિવસના દિવસે જાણો વિશ્વની કેટલીક જાણિતી કૉફી વિશે…
આજે ઇન્ટરનેશનલ કૉફી ડે છે. કોફી માત્ર એક પીણું નથી પરંતુ એક ફીલિંગ છે. સવારે ઉઠીને જ્યારે કૉફી અને ખાંડને બ્લેન્ડ કરતાં જે અરોમા બને છે તેની ખૂશ્બુ જ કૉફી લર્વસ પર જાદુ કરી જાય છે. કૉફી હાઇ ક્વોલિટી કૉફી બીન્સથી તૈયાર થાય છે. કૉફી કેટલાય પ્રકારની હોય છે. જાણો, ઇન્ટરનેશનલ કૉફી ડે પર વિશ્વની સૌથી મોંઘી કૉફી વિશે…
કોપી લુવાક કૉફી : આ વિશ્વની મોંઘી કૉફીમાંથી એક છે કારણ કે આ સિવિટ કૈટ્સના ગોબરમાંથી એક્સટ્રેક્ટ કરવામાં આવે છે. તેના માટે સિવિટ કેટને કૉફી બીન્સ ખવડાવવામાં આવે છે અને ત્યારબાદ તેના ગોબરમાંથી આ કૉફી ફાઇન કૉફી બને છે. આ કૉફીનું પ્રોડ્ક્શન મુખ્ય રીતે જાવા, બાલી અને સુલાવેસીના ઈન્ડોનેશિયાઇ દ્વિપોમાં થાય છે. આ કૉફીની કિંમત 7,359.50 રૂપિયાથી લઇને 44,157.00 રૂપિયા સુધી હોય છે.
બ્લેક આઇવરી કૉફી : બ્લેક આઇવરી કૉફીને હાથીના ગોબરમાંથી બનાવવામાં આવે છે. તેના માટે ઉત્તર થાઇલેન્ડમાં અરેબિકા કૉફી બીન્સ હાથીઓને ખવડાવવામાં આવે છે અને ત્યારબાદ તેનું ગોબર એકત્ર કરવામાં આવે છે. આ કૉફી માત્ર ઉત્તર થાઇલેન્ડમાં જ બને છે.
ઇલી નેટો (El Injerto) : આ કૉફીની ખેતી ગ્વાતેમાલામાં હ્યુહુતેનંગોના પહાડી વિસ્તારમાં કરવામાં આવે છે. આ કૉફીનો ટેસ્ટ ખૂબ જ શ્રેષ્ઠ, ફ્રૂટી અને સ્વાદિષ્ટ હોય છે. જેના માટે આ કૉફીને કેટલાય એવોર્ડ્સ પણ મળી ચુક્યા છે. એક પાઉન્ડ કોફી માટે તમારે 3,680.50 રૂપિયા ચુકવવા પડશે.
એસ્મેરાલ્ડા સ્પેશિયલ : આ કૉફી પશ્ચિમી પનામામાં બારૂ પર્વત પર હૈસિએન્ડા લા એસ્મેરાલ્ડાના ખેતરમાં થાય છે. તેના ફળ અને ફૂલોના સ્વાદ ખૂબ જ શ્રેષ્ઠ હોય છે. આ કોફીના એક પાઉન્ડની કીંમત 25,759.12 રૂપિયા છે.